પોતાને ભાન થવું જોઈએ.
હવે વસ્તુમાં દ્રવ્યરૂપ જે નિત્યત્વધર્મ છે તે અનિત્ય એવી પર્યાયને કરે છે કે નથી
દ્રવ્યસ્વભાવ છે તે કાંઈ પર્યાયસ્વભાવને કરતો નથી. વસ્તુ પોતાના પર્યાયસ્વભાવથી
જ પોતે પર્યાયરૂપે પરિણમે છે એટલે તેને તે કરે છે, અને તે જ વખતે દ્રવ્યસ્વભાવથી તે
ધ્રુવ રહે છે; –ધ્રુવ છે તે પર્યાયને કરતું નથી.–આમ વસ્તુ પોતે બે સ્વભાવવાળી છે. તેના
જ્ઞાનથી પ્રમાણજ્ઞાન થાય છે. દ્રવ્ય સાથે પર્યાયને ભેળવીને વસ્તુનું પ્રમાણજ્ઞાન થયું છે.
તે પ્રમાણજ્ઞાને જાણેલી યથાર્થ વસ્તુમાં બે ભેદ પાડો તો એક ધ્રુવ પડખું ને બીજું પલટતું
પડખું. તેમાં ધ્રુવ–અંશઅપેક્ષાએ જોતાં વસ્તુ અક્રિય છે. નિત્ય છે; બીજા અંશ અપેક્ષાએ
જોતાં વસ્તુ ઉત્પાદ–વ્યયરૂપ અનિત્ય છે, તે પોતાની પર્યાયને કરે છે. આમ બંનેને અભેદ
કરીને પ્રમાણજ્ઞાન કર્યું. છતાં તેથી બે નયના (દ્રવ્ય–પર્યાયના) જ્ઞાનને કાંઈ વિઘ્ન
આવતું નથી. વસ્તુનો સ્વભાવ જ એવો અદ્ભુત છે કે તેના ચિંતનમાં એકાગ્ર થતાં
અલૌકિક શાંત પરિણામ વડે ધર્મધ્યાન ને શુક્લધ્યાન થાય છે. વસ્તુસ્વરૂપના ચિંતનવડે
વીતરાગતા થાય છે.
ચાલ ભાઈ ચાલ, કર આત્મામાં વાસ