Atmadharma magazine - Ank 322
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcQD
Tiny url for this page: http://samyakdarshan.org/GTWgs9

PDF/HTML Page 33 of 44

background image
: શ્રાવણ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
મને ગમતું નથી. મેં રાજાને ઘણી વિનંતિ કરી પણ તેણે માફી ન આપી. હવે જે થયું તે
થયું; તમે આ ખોટા વેષને છોડી દો; આવા કુગુરુઓ સાથે રહેવામાં ને આવા ખોટા તપ
કરવામાં જીવનું કાંઈ ભલું થવાનું નથી, માટે તે છોડી દો; અને મારી સાથે પાછા આવો.
તમે મારા મોટાભાઈ છો, માટે મારા પ્રત્યે ક્રોધ ન કરતાં મને ક્ષમા કરો.–આમ કહીને તે
મરૂભૂતિએ પોતાના મોટાભાઈ કમઠને વંદન કર્યું.
પરંતુ આ તો ક્રોધી કમઠ! એ પોતાનો ક્રોધ કેમ છોડે? સજ્જનો પોતાના સરલ
સ્વભાવને છોડતા નથી ને દુર્જનો પોતાના દુષ્ટ સ્વભાવને છોડતા નથી. જેમ કુહાડી વડે
કાપવા છતાં ચંદન તો સુગંધ જ આપે છે, તેમ દુષ્ટજનો વડે દુઃખ દેવા છતા સજ્જનો
પોતાની શાંતિને છોડતા નથી. દેખો, કમઠે કેવું ખરાબ કામ કર્યું છતાં મરૂભૂતિએ તેનો
પ્રેમ અને વિનય છોડયો નહીં; પ્રેમથી તેની પાસે માફી માંગી.
–પણ દુષ્ટ કમઠનો ક્રોધ તો
ઉલટો વધી ગયો. મારું આવું
અપમાન આ મરૂભૂતિને લીધે જ
થયું છે, ને અહીં પણ તે મને દુઃખ
દેવા માટે જ આવ્યો છે! મારું પાપ
અહીં બધા વચ્ચે તે કહી દેશે!–આમ
વિચારી ક્રોધમાં ને ક્રોધમાં તે કમઠે
હાથમાં ઉપાડેલો મોટો પથરો
મરૂભૂતિના માથા ઉપર
ફેંક્યો...મોટા પથરાનો ઘા
લાગવાથી તરત જ મરૂભૂતિનું માથું
ફાટી ગયું, તેમાંથી લોહીનો ધોધ
વહેવા લાગ્યો ને થોડીવારમાં તેનું
મરણ થઈ ગયું અરેરે, ક્રોધને લીધે
સગા ભાઈના જ હાથે ભાઈનું મૃત્યું
થયું.–રે સંસાર! જેમ સર્પ પાસેથી
અમૃત કદી મળતું નથી તેમ
ક્રોધમાંથી કદી સુખ મળતું નથી.
ક્ષમારૂપ જીવનો સ્વભાવ છે, તેના
સેવનથી જ સુખ થાય છે.
પત્થર વડે જ્યારે મરૂભૂતિનું મૃત્યું થયું ત્યારે તેને પણ દુઃખને લીધે આર્ત્તધ્યાન