: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
ચ્યુત છે અને નિજદેહને જ આત્મા માને છે.
૯. તે બહિરાત્મા, પોતાના દેહની જેમ બીજાના શરીરને દેખીને, તે અચેતન
હોવા છતાં પ્રયત્નથી તેને પણ પરમભાવે (એટલે કે આત્મારૂપે) ગ્રહણ કરીને ધ્યાવે છે.
૧૦. એ રીતે આત્મસ્વરૂપના અજાણ એવા મનુષ્યો, સ્વના તેમજ પરના
શરીરમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન કરે છે અને તેથી સ્ત્રી–પુત્રાદિ પ્રત્યે તેમને મોહની
વૃદ્ધિ થાય છે.
૧૧. જે મિથ્યાજ્ઞાનમાં રત છે અને જેણે મિથ્યાભાવોને ભાવ્યા છે એવો તે
મનુષ્ય (બહિરાત્મા જીવ) મોહના ઉદયથી ફરી ફરીને પણ શરીરને પોતાનું માને છે.
૧૨. જે દેહથી નિરપેક્ષ છે, નિર્દ્વન્દ છે, નિર્મમ છે, નિરારંભ છે અને
આત્મસ્વભાવમાં અત્યંત રત છે, તે યોગી નિર્વાણને પામે છે.
૧૩. પરદ્રવ્યમાં રત જીવ વિવિધ કર્મોથી બંધાય છે અને વિરક્ત જીવ તેનાથી
મુક્ત થાય છે;–આ પ્રમાણે સંક્ષેપથી બંધ અને મોક્ષના કારણનો જિનોપદેશ છે.
૧૪–૧પ. સ્વદ્રવ્યમાં રત શ્રમણ નિયમથી સમ્યગ્દ્રષ્ટિ છે, તે પ્રશંસનીય છે, અને
સમ્યક્ત્વ–પરિણત તે જીવ દુષ્ટ–અષ્ટ કર્મોનો ક્ષય કરે છે.
–પણ જે શ્રમણ પરદ્રવ્યમાં રત છે તે મિથ્યાદ્રષ્ટિ છે, અને મિથ્યાત્વરૂપ
પરિણમતો થકો તે અષ્ટદુષ્ટકર્મોથી બંધાય છે.
૧૬. પરદ્રવ્યમાં રતિથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યમાં રતિથી સુગતિ થાય છે;–
આમ જાણીને હે જીવ! તું સ્વદ્રવ્યમાં રતિ કર, અને અન્યદ્રવ્યોથી વિરત થા.
૧૭–૧૮. આત્મસ્વભાવથી અન્ય જે કોઈ સચિત્ત, અચિત્ત કે મિશ્રિત વસ્તુ છે તે
પરદ્રવ્ય છે,–એવું સત્યસ્વરૂપ સર્વદર્શી ભગવંતોએ કહ્યું છે.
જે અષ્ટ–દુષ્ટકર્મોથી રહિત, અનુપમ, જ્ઞાનશરીરી, નિત્ય અને શુદ્ધ એવો આત્મા
તે સ્વદ્રવ્ય છે,–એમ જિનભગવંતોએ કહ્યું છે.
૧૯. જેઓ સ્વદ્રવ્યને ધ્યાવે છે અને પરદ્રવ્યથી પરાડ–મુખ છે તે ઉત્તમ ચરિત્રવંત
જીવો, જિનવરોના માર્ગમાં અનુલગ્ન છે અને નિર્વાણને પામે છે.
૨૦–૨૧–૨૨. યોગીઓ જિનવરમત–અનુસાર શુદ્ધઆત્માને ધ્યાનમાં ધ્યાવે છે
અને તેના વડે નિર્વાણને પામે છે; જેના વડે નિર્વાણને પામે તેના વડે સુરલોક કેમ ન
પમાય?
જે જીવ ઘણા ભાર સહિત એક