: ૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
६. मोक्ष प्राभृत
(ભગવાનશ્રી કુંદકુંદસ્વામીરચિત અષ્ટપ્રાભૃતની મૂળગાથાના
આ અર્થ છે. અગાઉ દર્શનપ્રાભૃત–સૂત્રપ્રાભૃત–ચારિત્રપ્રાભૃત–
બોધપ્રાભૃત એ ચાર પ્રાભૃતનાં અર્થ અંક ૩૨૧માં, તથા પાંચમા
ભાવપ્રાભૃતનાં અર્થ અંક ૩૨૨ માં આવી ગયેલ છે; ભાવપ્રાભૃતના
વૈરાગ્યપ્રેરક ભાવો વાંચીને અનેક જિજ્ઞાસુઓએ પ્રસન્નતા વ્યક્ત કરી
છે. છઠ્ઠું મોક્ષપ્રાભૃત જેની ૧૦૬ ગાથા છે તેના અર્થો અહીં આપવામાં
આવ્યાં છે. અંતિમ બે પ્રાભૃત (લિંગપ્રાભૃત તથા શીલપ્રાભૃત)
આવતા અંકે આપીને અષ્ટપાહુડ સમાપ્ત કરીશું.)
૧. કર્મોને ખેરવીને તથા પરદ્રવ્યને છોડીને, જેમણે જ્ઞાનમય આત્મા ઉપલબ્ધ
કર્યો છે, તે દેવને નમસ્કાર હો, નમસ્કાર હો.
૨. એ રીતે, ઉત્કૃષ્ટ અનંત જ્ઞાન–દર્શનમય અને શુદ્ધ એવા તે દેવને નમસ્કાર
કરીને, પરમ યોગીઓને માટે પરમપદરૂપ પરમાત્માનું કથન કરીશ.
૩. યોગમાં સ્થિત યોગી જેને જાણીને, તથા અનવરતપણે દેખીને–ધ્યાવીને
અવ્યાબાધ અનંત–અનુપમ–નિર્વાણને પામે છે.
૪. –તે આત્મા ત્રણ પ્રકારનો છે–પરમ આત્મા, અંર્તઆત્મા અને બહિરાત્મા.
તેમાં અંતરાત્મારૂપ ઉપાયવડે પરમાત્માને ધ્યાવો અને બહિરાત્માને છોડો.
પ. ઈન્દ્રિયોમાં આત્મસંકલ્પ કરે તે બહિરાત્મા છે; આત્મામાં જ આત્મસંકલ્પ કરે તે
અંતરાત્મા છે; અને કર્મ–કલંકથી સર્વથા મુક્ત તે પરમાત્મા છે, તેમને જ દેવ કહેવાય છે.
૬. મલરહિત, શરીરરહિત, ઈન્દ્રિયરહિત, કેવળ, વિશુદ્ધાત્મા, પરમેષ્ઠી, પરમજિન,
શિવંકર અને શાશ્વત એવા સિદ્ધ પરમાત્મા છે.
૭. ત્રિવિધપણે બહિરાત્માને છોડીને, અંતરાત્મામાં આરૂઢ થઈને પરમાત્માને
ધ્યાવવા યોગ્ય છે, એમ જિનવરદેવોએ ઉપદેશ્યું છે.
૮. જે મૂઢદ્રષ્ટિ એટલે કે બહિરાત્મા છે તેનું મન ઈન્દ્રિય દ્વારા બાહ્ય પદાર્થોના
ગ્રહણમાં તત્પર છે, તે નિજસ્વરૂપથી