: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
વિનાશ પામી જાય છે, માટે હે યોગી! તમે યથાશક્તિ કષ્ટપૂર્વક આત્માને ભાવો.
૬૩. આહાર આસન અને નિદ્રાને જીતીને, જિનવરમતઅનુસાર ગુરુપ્રસાદથી
નિજાત્માનું સ્વરૂપ જાણીને તેનું ધ્યાન કરવું.
૬૪. આત્મા ચારિત્રવંત છે, અને આત્મા દર્શન–જ્ઞાનથી સંયુક્ત છે;–તે
ગુરુપ્રસાદથી જાણીને નિત્ય ધ્યાતવ્ય છે.
૬પ. પ્રથમ તો, દુષ્કરપણે આત્માનું જ્ઞાન થાય છે; આત્માને જાણીને પછી તેની
ભાવના કરવી તે દુષ્કર છે, અને સ્વભાવની ભાવના ભાવી હોવા છતાં જીવને વિષયોથી
વિરક્ત થવું તે દુષ્કર છે.
૬૬. જીવ જ્યાં સુધી વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી તે આત્માને જાણી શક્તો
નથી; જેમનું ચિત્ત વિષયોથી વિરક્ત છે એવા યોગી આત્માને જાણે છે.
૬૭–૬૮. આત્માને જાણીને પણ, વિષયોમાં વિમોહિત એવા કોઈ મૂઢ જીવો
સ્વભાવભાવથી અત્યંત ભ્રષ્ટ થઈને ચારગતિરૂપ સંસારમાં રખડે છે.
–અને જેઓ વિષયોથી વિરક્ત થઈ, આત્માને જાણીને તેની ભાવનાસહિત છે
એવા તપોગુણયુક્ત મુનિવરો ચારગતિરૂપ સંસારને છોડે છે,–એમાં સંદેહ નથી.
૬૯. જેને મોહથી પરદ્રવ્યમાં પરમાણુમાત્ર પણ રતિ થાય છે તે મૂઢ છે, અજ્ઞાની
છે અને આત્મસ્વભાવથી વિપરીત છે.
૭૦. જેઓ દર્શનશુદ્ધી સહિત છે, દ્રઢચારિત્રવંત છે, આત્માને ધ્યાવે છે, અને
વિષયોથી વિરક્તચિત્ત છે, એવા જીવોને ધ્રુવપણે નિર્વાણ થાય છે.
૭૧. કેમકે, પરદ્રવ્યમાં રાગ તે સંસારનું જ કારણ છે, માટે યોગીજનો સદાય
આત્મામાં જ ભાવના કરો.
૭૨. નિંદામાં કે પ્રશંસામાં, દુઃખમાં કે સુખમાં, શત્રુમાં કે બંધુમાં,–સર્વત્ર સમભાવ
વડે ચારિત્ર હોય છે.
૭૩. જેઓ મુનિચર્યારૂપ વૃત્તિથી તથા વ્રત સમિતિથી રહિત છે, અને શુદ્ધભાવથી
તદ્ન ભ્રષ્ટ છે, એવા કોઈ મનુષ્યો કહે છે કે અત્યારે ધ્યાનયોગનો આ કાળ નથી.
૭૪. સમ્યક્ત્વ–જ્ઞાનથી રહિત તથા મોક્ષથી પરાંગ્મુખઅને સંસારસુખમાં અત્યંત
આસક્ત એવો અભવ્ય કહે છે કે અત્યારે ધ્યાનનો આ કાળ નથી.
૭પ. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ–તેના વિષે જે મૂઢ છે–અજ્ઞાની છે
તે કહે છે કે અત્યારે ધ્યાનનો આ કાળ નથી.
૭૬. ભરતક્ષેત્રમાં આ દુઃષમકાળમાં પણ આત્મસ્વભાવમાં સ્થિત સાધુને ધર્મ–