: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
ધ્યાન હોય છે. તેને જે નથી માનતો તે પણ અજ્ઞાની છે.
૭૭. અત્યારે પણ ત્રિરત્ન વડે શુદ્ધ એવા સાધુઓ આત્માને ધ્યાવીને ઈન્દ્રપણું
તથા લોકાંતિકદેવપણું પામે છે, અને પછી ત્યાંથી ચ્યવીને નિર્વાણ પામે છે.
૭૮. પાપથી મોહિત મતિવાળા જેઓ મુનિલિંગને ધારણ કરીને પણ પાપ કરે છે
તે પાપી જીવો મોક્ષમાર્ગથી ચ્યુત છે.
૭૯. જેઓ પંચવિધ વસ્ત્રમાં આસક્ત છે, પરિગ્રહરૂપ ગ્રંથને ગ્રહણ કરનારા છે.
યાચનાશીલ છે અને અધઃકર્મમાં રત છે તેઓ મોક્ષમાર્ગમાંથી ચ્યુત છે.
૮૦. જેઓ નિર્ગ્રંથ છે, મોહરહિત છે, બાવીસ પરીષહને સહનારા છે, કષાયને
જીતનારા છે અને પાપારંભથી મુક્ત છે–તેઓને મોક્ષમાર્ગમાં સ્વીકારવામાં આવ્યા છે.
(અર્થાત્ તેઓએ મોક્ષમાર્ગને ગ્રહણ કર્યો છે.)
૮૧. જેઓ દેવ–ગુરુના ભક્ત છે, નિર્વેદની પરંપરાનું વિશેષ ચિંતન કરનારા છે,
ધ્યાનમાં રત છે અને ઉત્તમ ચારિત્રવંત છે–તેઓને મોક્ષમાર્ગમાં સ્વીકારવામાં આવ્યા છે.
૮૨. ઊર્ધ્વ–મધ્ય–અધોલોકમાં કંઈ પણ મારું નથી, હું એકાકી છું–આવી ભાવના
વડે યોગીઓ શાશ્વત સુખસ્થાનને પ્રાપ્ત કરે છે.
૮૩. એ રીતે નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ જાણીને, જે આત્મા આત્માને માટે
આત્મામાં જ અતિશય રત છે તે પ્રગટપણે સમ્યક્ ચારિત્ર છે; અને એવા ચારિત્રવંત
યોગી નિર્વાણને પામે છે.
૮૪. પુરુષાકાર, યોગી અને ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ–એવા આત્માને જે
ધ્યાવે છે તે યોગી પાપને હરનારા છે અને નિર્દ્વંદ્વ થાય છે.
૮પ. આ પ્રમાણે જિનવરકથિત શ્રમણધર્મનો ઉપદેશ કહ્યો; હવે શ્રાવકધર્મનો
ઉપદેશ સાંભળો,–કે જે સંસારનો વિનાશ કરનાર છે અને સિદ્ધપદની પ્રાપ્તિનું પરમ
કારણ છે.
૮૬. હે શ્રાવક! અત્યંત નિર્મળ અને મેરુગિરિ જેવા નિષ્કંપ સમ્યક્ત્વને ગ્રહણ
કરીને, દુઃખના ક્ષયને અર્થે તેને ધ્યાનમાં ધ્યાવો.
૮૭. સમ્યક્ત્વને જે ધ્યાવે છે તે જીવ સમ્યકદ્રષ્ટિ છે, અને સમ્યક્ત્વપરિણત તે
જીવ અષ્ટ– દુષ્ટકર્મોનો ક્ષય કરે છે.
૮૮. બહુ કહેવાથી શું?–જે ઉત્તમ પુરુષો ગતકાળમાં સિદ્ધ થયા છે અને
ભવિષ્યમાં જે કોઈ ભવ્યો સિદ્ધિને પામશે, તે સમ્યક્ત્વનું જ માહાત્મ્ય છે–એમ જાણો.
૮૯. જે મનુષ્યે સિદ્ધિકર એવા સમ્યક્ત્વને