Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 44

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૧૯ :
શાંત થઈને ઊભો રહ્યો; એનું ગાંડપણ મટી ગયું ને મુનિરાજ સામે સૂંઢ નમાવીને બેસી
ગયો.
લોકો તો આશ્ચર્ય પામી ગયા કે અરે! મુનિરાજ પાસે આવતાં જ આ ગાંડો
હાથી એકાએક શાંત કેમ થઈ ગયો? આ બનાવ દેખીને ચારેકોરથી માણસો ત્યાં
મુનિરાજ પાસે દોડ આવ્યા. મુનિરાજે અવધિજ્ઞાન વડે હાથીના પૂર્વભવને જાણી લીધો;
અને શાંત થયેલા હાથીને સંબોધીને કહ્યું: અરે બુદ્ધિમાન! આ પાગલપણું તને નથી
શોભતું. આ પશુતા, અને આ હિંસા તું છોડ! પૂર્વભવમાં તું મરૂભૂતિ હતો; ત્યારે હું
અરવિંદરાજા હતો તે મુનિ થયો છું; અને તું મારો મંત્રી હતો, પણ આત્માનું ભાન
ભૂલીને આર્તધ્યાનથી તું આ પશુપર્યાય પામ્યો...હવે તો તું ચેત...અને આત્માને
ઓળખ.
મુનિરાજનાં મીઠાં વચન સાંભળીને હાથીને ઘણો વૈરાગ્ય થયો, તેને પોતાના
પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના દુષ્કર્મ માટે તેને ઘણો પસ્તાવો થયો; તેની
આંખોમાંથી આંસુની ધાર પડવા લાગી, વિનયથી મુનિરાજનાં ચરણોમાં માથું નમાવીને
તેમની સામે જોઈ રહ્યો....કુદરતી તેનું જ્ઞાન એટલું ઊઘડી ગયું કે તે મનુષ્યની ભાષા
સમજવા લાગ્યો...અને મુનિરાજની વાણી સાંભળવા તેને જિજ્ઞાસા જાગી.
મુનિરાજે જોયું કે આ હાથીના જીવના પરિણામ અત્યારે વિશુદ્ધ થયા છે, તેને
આત્મા સમજવાની તીવ્ર જિજ્ઞાસા જાગી છે.....અને તે એક હોનહાર તીર્થંકર છે....એટલે
અત્યંત પ્રેમથી (વાત્સલ્યથી) તે હાથીને ઉપદેશ દેવા લાગ્યા: અરે હાથી! તું શાંત થા.
આ પશુપર્યાય એ કાંઈ તારું સ્વરૂપ નથી, તું તો દેહથી ભિન્ન ચૈતન્યમય આત્મા છો.
આત્માના જ્ઞાન વગર ઘણા ભવમાં તે ઘણાં દુઃખ ભોગવ્યાં, હવે તો આત્માનું સ્વરૂપ
જાણ અને સમ્યગ્દર્શનને ધારણ કર. સમ્યગ્દર્શન જ જીવને મહાન સુખકર છે. રાગ અને
જ્ઞાનને એકમેક અનુભવવાનો અવિવેક તું છોડ....છોડ! તું પ્રસન્ન થા....સાવધાન
થા....અને સદાય ઉપયોગરૂપ સ્વદ્રવ્ય જ મારું છે એમ તું અનુભવ કર. તેથી તને ઘણો
આનંદ થશે.
હાથી ખૂબ ભક્તિથી સાંભળે છે. મુનિરાજના શ્રીમુખથી આત્માના સ્વરૂપની
અને સમ્યગ્દર્શનની વાત સાંભળતાં તેને ઘણો હર્ષોલ્લાસ થાય છે, તેનાં પરિણામ વધુ ને
વધુ નિર્મળ થતાં જાય છે...તેના અંતરમાં સમ્યગ્દર્શનની તૈયારી ચાલી રહી છે.
મુનિરાજ તેને આત્માનું પરમ શુદ્ધસ્વરૂપ દેખાડે છે : રે જીવ! તારો આત્મા