: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૭ :
છે. આવી જ્ઞાનચેતનાવંત જ્ઞાની સદા પોતાના સ્વભાવને જ સ્પર્શે છે–એટલે તેને જ
તન્મયપણે અનુભવે છે; રાગને જાણવા છતાં તેમાં કદી તન્મય થતા નથી. હજારો સૂર્યનાં
તેજ કરતાં પણ અનંતગુણું ચૈતન્યતેજ જેમાં પ્રકાશે છે–એવી જ્ઞાનચેતના અપાર
વૈભવથી ભરેલી છે, રાગાદિ વિભાવોથી તે અત્યંત મુક્ત છે, ત્રણેકાળનાં કર્મોથી તે જુદી
છે. આવી ચેતનાનો ચમકાર થયો તે જ આત્માનો ચમત્કાર છે.
(સમયસાર કળશ ૨૨૨–૨૨૩ પ્રવચનમાંથી)
* * *
* * * * * *
* * *
અડોલ સાધક
જગતમાં પ્રતિકૂળતા ના ડુંગરા તૂટી પડતા
હોય, અજ્ઞાનીઓ સત્યધર્મનો વિરોધ
કરતા હોય, અન્યાય થતો હોય, છતાં
જ્ઞાનમાં વિકલ્પ કરવાનો કે આકુળતા
કરવાનો સ્વભાવ નથી; શું સિદ્ધભગવંતો
આકુળતા કરે છે?–ના, પ્રતિકૂળતાના
વાયરામાં એવી તાકાત નથી કે જ્ઞાનના
પહાડને ડગાવી દ્યે. અનાકુળપણે રહેવાનો
જ્ઞાનનો સ્વભાવ છે. આવા બેહદ વીતરાગ
શાંતસ્વભાવથી આત્મા ભરેલો છે. અહા,
આત્મસ્વભાવ તો વીતરાગી નિર્મળ કાર્ય
ને જ કરનારો ને આનંદનો જ દેનારો છે.–
આવી આત્મસાધનાના પંથે ચડેલા
સાધકને જગતની કોઈ પ્રતિકૂળતા ડગાવી
શકતી નથી કે મુંઝવી શકતી નથી.
આત્મ–શાંતિ
ભાઈ, તારો આત્મસ્વભાવ એવો
છે કે એની સન્મુખ પરિણમતાં
આનંદસહિત નિર્મળ સમ્યક્ત્વાદિનો
ઉત્પાદ થાય છે. જગતના કોલાહલથી શાંત
થઈ, તારા સ્વભાવને લક્ષમાં લે. જગત શું
કરે છે ને જગત શું બોલે છે–તેની સાથે
તારા તત્ત્વને સંબંધ નથી. કેમકે તારો
ઉત્પાદ તારામાંથી આવે છે, બીજામાંથી
નથી આવતો.
સ્વભાવનું ભાન થયા છતાં કાંઈક રાગદ્વેષ
થાય તો તે કાંઈ જ્ઞાનભાવનું કાર્ય નથી–
એમ ધર્મીને ભિન્નતાનું ભાન છે, એટલે તે
વખતે પોતાનો જ્ઞાનભાવ ચુકાતો નથી.
“આત્મવૈભવ” માંથી