Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 44

background image
: ૨૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
વિકલ્પો તૂટીને નિર્વિકલ્પ ધ્યાનરૂપ શુદ્ધોપયોગ કોઈક–કોઈકવાર આવે છે; પણ મુનિને
તો વારંવાર નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થયા કરે છે. જ્ઞાનચેતનાનો ઉપયોગ વારંવાર
અંતરમાં એકાગ્ર થાય છે; ત્યારે છઠ્ઠા–સાતમા ગુણસ્થાનરૂપ ચારિત્રદશા થાય છે. આવી
ચારિત્ર દશામાં શરીર તદ્ન દિગંબર હોય છે. પંચમહાવ્રતાદિ વ્યવહાર હોય છે. પણ
મહાવ્રતાદિના વિકલ્પોથી જ્ઞાનચેતના તો જુદી છે. આ કાળેય આવી જ્ઞાનચેતના અને
મુનિદશા પ્રગટી શકે છે, આ કાળે કાંઈ મુનિદશાનો નિષેધ નથી.
–પણ મુનિદશા પહેલાં ધર્મીને સમ્યગ્દર્શન અને જ્ઞાનચેતના હોય છે. તેને
પોતાના ચૈતન્યના આનંદ સિવાય બીજે ક્યાંય ચેન પડતું નથી. નાના રાજકુમારો માતા
પાસે જઈને કહે છે કે હે માતા! અમારી જ્ઞાનચેતના સિવાય આ સંસારમાં અમને ક્યાંય
ચેન નથી, રાગમાં અમને ચેન નથી; અમારા ચૈતન્યનો જે આનંદ–ભંડાર અમે જોયો છે
તેમાં જ અમને ચેન છે; તે આનંદને સાધવા માટે મુનિ થયા માંગીએ છીએ.–માટે હે
માતા! તમે અમને રજા આપો.–આવી મુનિદશા આ પંચમકાળમાં પણ થઈ શકે છે.
પરંતુ હજી જેને તત્ત્વનું ભાન નથી, જ્ઞાનચેતના પ્રગટી નથી, ને રાગમાં જેને ચેન છે (–
રાગને મોક્ષનું કારણ માને છે) તેને તો મુનિદશા કેવી? ને સમ્યગ્દર્શન પણ કેવું? તે તો
મિથ્યાત્વમાં ઊભા છે. અહીં તો અંતરના અનુભવ–સહિત સમ્યગ્દર્શન જેને થયું છે ને
જ્ઞાનચેતના પ્રગટી છે, તેને વિશેષ એકાગ્રતા વડે ચારિત્રનો વૈભવ પ્રગટે છે, ને તે
સાક્ષાત્ મોક્ષનું કારણ છે. આવી ચારિત્રદશા વગર કોઈને મોક્ષ થાય નહીં; ને
સમ્યગ્દર્શન વગર આવી ચારિત્રદશા કોઈને થાય નહીં.
માટે પહેલાં તો, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી એવી જ્ઞાનચેતના પ્રગટ
કરવા માટે, આગમપ્રમાણથી, જ્ઞાનના અનુમાનપ્રમાણથી તથા અનુભવરૂપ સ્વસંવેદન
પ્રમાણથી આત્માનું સ્વરૂપ જાણવું; આ રીતે ચોથા ગુણસ્થાને જે જ્ઞાનચેતના પ્રગટી તે
નિરંતર રહે છે. –પણ તેનો ઉપયોગ સ્વમાં ક્્યારેક હોય છે. પછી વારંવાર તે
જ્ઞાનચેતનાના અભ્યાસ વડે એકાગ્રતા થતાં મુનિદશા થાય છે; પછી ઉપયોગ
નિજસ્વરૂપમાં એકાગ્ર કરીને શ્રેણી માંડતાં સાક્ષાત્ પૂર્ણ જ્ઞાનચેતનારૂપ કેવળજ્ઞાન થાય
છે. આવી આનંદમય જ્ઞાનચેતના વડે આત્માનો મહિમા છે, તે જ આત્માનો વૈભવ છે.
જ્ઞાનચેતના રાગને જાણે છતાં પોતે રાગથી મુક્ત છે. અહો, જ્ઞાનચેતનાનો
મહિમા તો જુઓ! તે નિજસ્વભાવના આનંદને સ્પર્શનારી–અનુભવનારી છે, ને રાગ–
દ્વેષ વગરની