: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨પ :
જીવના દોષો,–તે કોઈ પદાર્થો આ જીવને રાગ–દ્વેષ કરવાનું કહેતાં નથી, તે તો ભિન્ન
જ્ઞેયમાત્ર છે. ભગવાન આત્માનો મહિમાવંત જ્ઞાનસ્વભાવ પોતાથી પૂર્ણ છે, નિર્વિકાર
છે. સહજ ઉદાસીન છે; જ્ઞાની તો આવા સ્વભાવને જાણતા થકા પોતાની
જ્ઞાનચેતનાને અનુભવે છે; તે જ્ઞાનચેતનાનો અદ્ભુત વૈભવ છે, તે આનંદથી ભરેલી
છે, અને જ્ઞેયોમાં તન્મય થયા વગર જ તેને જાણી લેનારી છે, જાણવા છતાં તેમાં
રાગ–દ્વેષ કરનારી નથી.
અજ્ઞાની આવી જ્ઞાનચેતનાને જાણતો નથી ને જ્ઞેય પદાર્થોને રાગ–દ્વેષનું કારણ
માનતો થકો તે પોતાના સહજજ્ઞાનથી ચ્યુત થાય છે.–આવું અજ્ઞાન જ રાગ–દ્વેષનું
કારણ છે.
સિદ્ધભગવાન કે અરિહંત ભગવાન આ આત્માના જ્ઞેય છે, તેને જાણતાં જ્ઞાન
રાગ કરે એવો આત્માનો સ્વભાવ નથી, ને સિદ્ધભગવાન પણ કાંઈ રાગ કરાવતા
નથી. અને નિગોદનો કે નરકનો જીવ તે પણ જ્ઞેય છે, તેને જાણતાં દ્વેષ કરે એવો
આત્માનો સ્વભાવ નથી, ને તે જીવો પણ દ્વેષ કરાવતા નથી. જ્ઞાનઉપયોગનો
સ્વભાવ પર તરફ ઝુકવાનો નથી પણ નિજસ્વરૂપમાં જ સ્થિર રહેવાનો તેનો
સ્વભાવ છે. પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ ઉપયોગની તન્મયતા થઈ ત્યાં રાગ–દ્વેષ
રહેતા નથી. કેવળજ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોકના સમસ્ત જ્ઞેયો જણાતા હોવા છતાં
જરાપણ રાગ–દ્વેષ થતા નથી.–આવી જ્ઞાનની વીરતા છે.
ભાઈ, તું જ્ઞાન છો.......જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર. જ્ઞાનસ્વભાવનો નિર્ણય
કરીને જ્ઞાનના ઊંડા પાયા નાંખ, તો તે નિર્ણયનું ઘોલન કરતાં કરતાં જ્ઞાનનો
અનુભવ થશે ને રાગનો રસ છૂટી જશે. જ્ઞાનમાં રાગ છે જ ક્યાં? આવા
જ્ઞાનસ્વરૂપનો નિર્ણય કરીને તેનું ઊંડું (ઉપરછલું નહીં પણ ઊંડું) ઘોલન કરવું
જોઈએ, તો અંતરમાં સ્વભાવનો પત્તો લાગે, ને આનંદ સહિત અપૂર્વ જ્ઞાનચેતના
પ્રગટે, તે રાગ–દ્વેષ વગરની છે. જુઓ, આવી જ્ઞાનચેતનારૂપ ઉપશમભાવ તે મોક્ષનું
કારણ છે.
કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જ્ઞાનચેતના છે. આવી જ્ઞાનચેતનાને
સ્વસંવેદન વડે ધર્મી જીવો જાણે છે. જ્યારે અંતરના સ્વસંવેદનથી જ્ઞાનચેતના પ્રગટી
ત્યારે જ ધર્મીપણું થયું એટલે કે સમ્યગ્દર્શન થયું. આવી જ્ઞાનચેતના પછી જ
શુદ્ધોપયોગ રૂપ ચારિત્રના બળથી મુનિદશા પ્રગટે છે. ચોથે પાંચમે ગુણસ્થાને પણ
ધ્યાન–ધ્યેયના