: ૨૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
જ્ઞાનચેતનાનો
મહિમા
હે જીવ! જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાનના ઊંડા પાયા
નાંખ. જ્ઞાનસ્વરૂપનો નિર્ણય કરીને તેનું ઊંડું ઘોલન કર, –ઉપરછલું
નહીં પણ ઊંડું ઘોલન કર, તો અંતરમાં તેનો પત્તો લાગશે, ને અપૂર્વ
આનંદ સહિત જ્ઞાનચેતના પ્રગટશે. તે રાગદ્વેષ વગરની છે.
આત્માનો જ્ઞાયકસ્વભાવ છે, જ્ઞેયોને જાણતાં રાગ–દ્વેષરૂપ વિક્રિયા પામે એવો
તેનો સ્વભાવ નથી; પોતાના સ્વરૂપથી ચ્યુત થયા વગર જ્ઞેયોને જાણવાનો તેનો
સ્વભાવ છે. અને જ્ઞેયોમાં પણ એવો સ્વભાવ નથી કે જ્ઞાનમાં રાગ–દ્વેષ કરાવે.
જગતમાં પ્રશંસાના શબ્દો પરિણમે, તે જ્ઞાનમાં જણાય, તેથી રાગ કરે એવો
જ્ઞાનનો સ્વભાવ નથી; તેમજ જગતમાં નિંદાના શબ્દો પરિણમે, તે જ્ઞાનમાં જણાય, તેથી
દ્વેષ કરે એવો જ્ઞાનનો સ્વભાવ નથી; તેમજ તે પ્રશંસા કે નિંદાના શબ્દો જીવને એમ
નથી કહેતાં કે તું અમારી સામે જોઈને રાગ–દ્વેષ કર.
જીવનો જ્ઞાનસ્વભાવ પણ એવો નથી કે જ્ઞેયોની સન્મુખ થઈને તેને જાણે કે
રાગ–દ્વેષ કરે. બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીન રહીને, એટલે કે નિજસ્વરૂપમાં જ અચલ
રહીને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. આવું જ્ઞાન તે જ આત્માનો મહિમા છે.
આવા પોતાના જ્ઞાનમહિમાને જે નથી જાણતો તે જ અજ્ઞાનથી રાગ–દ્વેષ કરે છે,
અને પદાર્થો મને રાગ–દ્વેષ કરાવે છે એમ અજ્ઞાનથી માને છે. વસ્તુસ્વભાવની સાચી
સ્થિતિને તે જાણતો નથી.
ભાઈ! જગતના કોઈ શુભ–અશુભ પદાર્થમાં એવી તાકાત નથી કે તારા જ્ઞાનમાં
રાગ–દ્વેષ કરાવે. અને તારા સહજ જ્ઞાનનું પણ એવું સ્વરૂપ નથી કે રાગ–દ્વેષ કરે.
પુત્રનો સંયોગ કે વિયોગ, ધનનો સંયોગ કે વિયોગ, નિરોગ શરીર કે ભયંકર
રોગ, સુંવાળો સ્પર્શ કે અગ્નિનો સ્પર્શ, મધુર રસ કે કડવો રસ, સુગંધ કે દુર્ગંધ, સુંદર
રૂપ કે બેડોળ રૂપ, પ્રશંસાના શબ્દો કે નિંદાના શબ્દો, ધર્માત્માના ગુણો કે પાપી