Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 44

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
એક દિવસ હાથીને તરસ
લાગી એટલે પાણી પીવા માટે
સરોવર પાસે આવ્યો; તળાવના
કિનારે ઝાડ ઉપર ઘણા વાંદરા રહેતા
હતા, તે આ હાથીને જોઈને ખુશી
થયા. તળાવમાં ચોક્ખુ પાણી જોઈને
તે પીવા માટે હાથી સરોવરમાં
ઊતર્યો; પણ તેનો પગ ઊંડા કાદવમાં
ખૂચી ગયો...તે કાઢવાની મહેનત
કરવા છતાં નીકળી ન શક્યો. આથી
તે હાથીએ આહાર–પાણીનો ત્યાગ
કરીને સમાધિમરણની તૈયારી કરી; તે
પંચપરમેષ્ઠીને યાદ કરીને આત્માનું
ચિંતન કરવા લાગ્યો.
હાથીને કાદવમાં ખૂંચી ગયેલો
જોઈને તેને બચાવવા વનના વાંદરા
ઘણી કિકિયારી કરવા લાગ્યા....પણ
એ નાનકડા વાંદરા મોટા હાથીને કઈ રીતે બહાર કાઢી શકે? એવામાં સર્પ થયેલો
કમઠનો જીવ ફૂંફાડા મારતો ત્યાં આવ્યો; હાથીને દેખતાં જ પૂર્વભવના વેરના સંસ્કારને
લીધે તેને ઘણો ક્રોધ ચડયો ને દોડીને હાથીને કરડયો. કાળકૂટ ઝેરવાળો સર્પ કરડવાથી
હાથીને ઝેર ચડયું અને થોડા વખતમાં તેનું મરણ થયું. પરંતુ આ વખતે તેણે પહેલાંની
જેમ આર્ત્તધ્યાન ન કર્યું, આ વખતે તો આત્માના જ્ઞાનસહિત ધર્મની ઉત્તમ ભાવના
ભાવતાં–ભાવતાં તેણે સમાધિમરણ કર્યું...અને દેહ છોડીને તે બારમા સ્વર્ગમાં દેવ થયો.
સર્પ હાથીને કરડયો તે દેખીને એક વાંદરીને ઘણી ચીજ ચડી અને તેણે તે સર્પને
મારી નાંખ્યો; પાપી સર્પ આર્ત્તધ્યાનથી મરીને પાંચમી નરકમાં ગયો. એક વખતના બે
સગા ભાઈ, તેમાં પુણ્ય–પાપના ફળ અનુસાર એક તો સ્વર્ગમાં ગયો ને બીજો નરકમાં
ગયો.
(–પછી શું થયું? તે આવતા અંકમાં વાંચશો.)