Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 52

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૯ :
“વાંચકો સાથે વાતચીત” નો આ વિભાગ સર્વે જિજ્ઞાસુઓને પ્રિય છે, ને તેના
દ્વારા આપણું સૌનું પરસ્પર મિલન તથા વિચારોની આપ–લે થાય છે. આ
વિભાગદ્વારા આપના વિચારો જણાવવા, તત્ત્વને લગતા શંકા સમાધાન કરવા,
કોઈ નવીન સમાચારો મોકલવા, તેમ જ કોઈ ઉત્તમ રચનાઓ મોકલવા, અને
આ રીતે આ વિભાગમાં સહકાર આપવા સર્વે વાંચકોને સાદર આમંત્રણ છે. આ
વિભાગને વધુ ને વધુ સમુદ્ધ બનાવવો તે ઉત્સાહી વાંચકોનું કામ છે.
ઘાટકોપરથી નગીનદાસ જૈન લખે છે કે આત્મધર્મમાં પાર્શ્વનાથ ભગવાનના
પૂર્વભવોનું વર્ણન વાંચીને ઘણો આનંદ થયો. પાઠશાળાના બાળકો પાસે તે
વાંચતાં બધા બાળકો પણ ખૂબ ખુશી થયા હતા. આવી કથાઓ દ્વારા બાળકોમાં
ઉત્તમ સંસ્કાર પડે છે. (પારસનાથ પ્રભુના જીવનચરિત્ર સંબંધી પ્રસન્નતા વ્યક્ત
કરતા બીજા પણ અનેક પત્રો આવ્યા છે.)
મોરબીના ઉત્સાહી વિદ્યાર્થીઓએ પર્યુષણ દરમિયાન જીવ–અજીવના ભેદજ્ઞાન
સંબંધી સંવાદ (જૈન બાળપોથીમાંથી સો રાજકુમારોની વાર્તાના આધારે) કર્યો
હતો; યુવાનોનો ઉત્સાહ દેખીને સૌ ખુશી થયા હતા.
લખતરથી કાન્તિભાઈ લખે છે: ‘આત્મધર્મ’ માટે હંમેશા ઈંતેજારીમાં જ હોઈએ
છીએ કે ક્યારે નવો માસ બેસે ને પ્રિય વાંચન મળે! એવો આનંદ થાય છે કે
ખરેખર બીજી કોઈ ચીજ જીવનમાં એવો આનંદ આપતી નથી. મુખપૃષ્ઠ ખૂબ જ
ગમે છે. ઘરમાં દરેક વ્યક્તિને સમજવું બહુ સુલભ અને સરળ પડે છે.....અને
ખરેખર ખૂબ ગમે છે.–ધન્યવાદ!
મહાવીરપ્રભુનો નિર્વાણકલ્યાણક ક્યારે ગણવો?
વીરપ્રભુ પાવાપુરીના ઉદ્યાનમાં આસો વદ ચૌદસની રાતના છેલ્લા ભાગમાં
એટલે કે અમાસનો દિવસ ઊગ્યા પહેલાં નિર્વાણ પામ્યા છે. અને તે મુજબ
પાવાપુરીમાં નિર્વાણકલ્યાણક દર વર્ષે ઉજવાય છે. (શ્વેતાંબરસમાજ એક દિવસ
મોડા એટલે કે અમાસની રાતે ને એકમની સવારે નિર્વાણ માને છે.)
વવાણીયાથી શ્રી પુણ્યવિજયજી મ. લખે છે કે જૈનબાળપોથીનું સંકલન
ધર્મસંસ્કારનું સિંચન કરીને બાળકોમાં સદ્ધર્મના સંસ્કાર પાડે તેવું બન્યું છે.
તેનો બહોળો પ્રચાર જૈનધર્મને માટે બાળ–મધ્યમ–યુવાન સૌને માટે