: ૪૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
ઉપકારક છે. દરેક પાઠશાળામાં ચલાવવા જેવું છે. (જૈનબાળપોથી ભાગ–૧ કિં
૨પ પૈસા; ભાગ બીજો કિંમત ૪૦ પૈસા.)
• “મંગલ તીર્થયાત્રા” ગુજરાતી કિં. રૂા. ૬/–: આ પુસ્તક વાંચીને ખંડવાના
શિક્ષકબંધુ શ્રીમંધર જૈન પ્રમોદથી લખે છે: મંગલ તીર્થયાત્રા ગ્રંથકો દેખતે હી
અતિ હર્ષ હુઆ. પૂજ્ય સ્વામીજીકે સાથ મંગલ તીર્થયાત્રાકે સંસ્મરણ વાસ્તવમેં
એક અપૂર્વ હર્ષ કે રૂપમેં ભવિષ્યકી પીઢિકો પ્રેરણા દેતે રહેંગે. યાત્રાકે કુછ
પ્રસંગોંકો પઢકર ઐસા અનુભવ હુઆ કિ વાસ્તવમેં હમ સ્વયં ભી યાત્રાકે
પ્રસંગોંકે પ્રત્યક્ષદર્શી હોં. પઢતે પઢતે આંખોંસે હર્ષકે અશ્રુ આને લગતે હૌં.–અહો!
ઐસે હૈ હમારે તીર્થધામ! (આ પુસ્તકમાં ૪પ૦ જેટલા પાનાં અને ૨૦૦ જેટલાં
ચિત્રો છે. ૧૮ રૂા. ની લાગત હોવા છતાં આ પુસ્તકની કિંમત માત્ર ૬ રૂા. છે.
હવે થોડી જ નકલ બાકી છે.)
• બેંગલોર:– અહીંની ભાષા કન્નડ છે; કેટલાક ગુજરાતી મુમુક્ષુ ભાઈઓ પણ વસે
છે; તેમની વિનંતિથી રખિયાલવાળા ભાઈશ્રી નેમિચંદભાઈ ત્યાં ગયેલા ને દોઢેક
માસ રહ્યા હતા. ત્યાં એક વિદ્વાનને રોકીને પાઠશાળા પણ શરૂ કરેલ છે.
કન્નડભાષી ૪પ બાળકો પાઠશાળામાં ભણવા આવે છે. (ધન્યવાદ!)
પાઠશાળામાં શીખવવા માટે જૈનસિદ્ધાંત પ્રવેશીકા, જૈનબાળપોથી અને છહઢાળા
કન્નડ ભાષામાં છપાવવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ ધાર્મિક–
કલાસનો લાભ લીધો હતો ને ખૂબ પ્રસન્ન થયા હતા. અને હવે, સૌરાષ્ટ્ર–
ગુજરાત–મહારાષ્ટ્ર તેમજ ઉત્તરપ્રદેશ–મધ્યપ્રદેશની જેમ ભારતના આ દક્ષિણ
ભાગમાં પણ અધ્યાત્મની મહાન જાગૃતિ લાવવી જોઈએ–એમ ત્યાંના ઉત્સાહી
મુમુક્ષુઓની ભાવના છે. (લી: મનુભાઈ પી. જૈન)
• ઉજ્જૈનમાં તા. ૧૪–૧૦–૭૦ થી તા. ૨પ–૧૦–૭૦ સુધી જૈનધર્મની શિક્ષણ
શિબિર ચાલશે.
• તલોદ (ગુજરાત) માં તા. ૨૭–૯–૭૦ થી તા. ૮–૧૦–૭૦ સુધી જૈનધર્મની
શિક્ષણશિબિર ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે ચાલી હતી. મોટી સંખ્યામાં
જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો. તલોદમાં આ ચોથીવાર શિક્ષણશિબિર ચાલી હતી.
• ભાઈશ્રી ચંપકલાલ માસ્તર (કચ્છી) જેઓ કેટલોક વખત સોનગઢ રહી ગયેલ
છે, ને મુંબઈ દાદરમાં પાઠશાળા ભણાવતા હતા, તેઓ ઘાટકોપર–
ઈસ્પિતાલમાંથી