Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 52

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૪પ :
હે જીવ! તારી પર્યાયમાં
તારા સ્વદ્રવ્યને અનન્ય જાણ.
(એકલી પર્યાયને જો; પર્યાયથી અનન્ય એવા સ્વદ્રવ્યને દેખ)
(સ. ગા. ૩૦૮ થી ૩૧૧ નાં પ્રવચનમાંથી: અંક ૩૨૧ થી ચાલુ)
જીવ કે અજીવ જે દ્રવ્ય, પોતાની જે–જે પર્યાયરૂપે ઉપજે
છે તે–તે પર્યાય સાથે તેને અનન્યપણું છે. એટલે જીવની
પર્યાયોને પોતાના જ્ઞાનસ્વભાવ સાથે એકતા છે.–આમ પોતાના
સર્વજ્ઞસ્વભાવની સાથે પર્યાયની એકતાનો જ્યાં નિર્ણય કર્યો
ત્યાં સર્વજ્ઞસ્વભાવથી વિરુદ્ધ એવા રાગાદિ સાથે જ્ઞાનપર્યાયની
એકતા ન રહી. રાગ સાથેની એકતા તુટીને જ્ઞાન સાથે એકતા
થઈ, એનું નામ ભેદજ્ઞાન...ને એ મોક્ષનો માર્ગ. આ સંબંધી
પ્રવચનનો એક ભાગ આત્મધર્મ અંક ૩૨૧ માં વાંચ્યો, બાકીનો
ભાગ અહીં વાંચો.
જીવનમાં જે મુખ્ય કરવા જેવું છે તેની આ વાત છે. ભાઈ, તારા સ્વભાવની
અપૂર્વ સમજણ કરવાની આ વાત છે. જીવ જ્ઞાયકસ્વભાવ છે; તે પોતાના
જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને શુદ્ધજ્ઞાનપણે ઊપજ્યો ને તે પરિણામમાં અભેદ થયો,
તે જ ખરેખર જીવ છે. રાગમાં અભેદ થઈને જે ઉપજે તેને ખરેખર જીવ કહેતા નથી, તે
તો આસ્રવતત્ત્વ છે. જ્ઞાનીના પરિણમનમાં રાગની મુખ્યતા નથી, તેને તો જ્ઞાયકની
એકની જ મુખ્યતા છે, રાગને તો ભેદજ્ઞાનવડે પરજ્ઞેય બનાવ્યું છે.
પ્રભુ! તારો આત્મા જ્ઞાયક છે. ‘જ્ઞાયક’ ઉપજીને તો જ્ઞાનભાવને રચે કે રાગને
રચે! સોનુંં પોતે ઉપજીને સોનાની અવસ્થાને રચે, પણ સોનું કાંઈ લોઢાની અવસ્થાને ન
રચે, તેમ આત્મા જ્ઞાયકભાવરૂપી સોનું છે તે જ્ઞાનને જ રચનાર છે, તેના આધારે
સમ્યગ્દર્શનાદિ જ્ઞાનમય ભાવો જ થાય છે, પણ તેના આધારે રાગ થતો નથી, ‘જ્ઞાન’
માં તન્મય થયેલો રાગમાં પણ તન્મય કેમ થાય? ન જ થાય, કેમકે જ્ઞાન ને રાગ
એકબીજાથી વિરુદ્ધ છે. માટે જ્ઞાની જ્ઞાનમાં જ તન્મય થઈને જ્ઞાનને જ કરે છે, પણ
રાગને કરતો નથી, રાગમાં તન્મય થતો નથી. અહો! આવું કરે તો આત્માની ખરી
કિંમત ભાસે.