Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 52

background image
: ૪૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
આત્માનો અકર્તાસ્વભાવ બતાવીને પછી (ગા. ૩૧૨–૩૧૩ માં) કહેશે કે
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં સમકિતીને સંસાર જ નથી; જેની દ્રષ્ટિ કર્મ ઉપર જ છે એવા
મિથ્યાદ્રષ્ટિને જ સંસાર છે. સમકિતી તો જ્ઞાનાનંદસ્વભાવની દ્રષ્ટિથી પોતાના શુદ્ધ
સ્વભાવમાં નિશ્ચળ હોવાથી ખરેખર મુક્ત જ છે,–
शुद्धस्वभावनियतः स हि मुक्त एव।’
(જુઓ કળશ ૧૯૮)
જ્ઞાનીને જ્ઞાયકસ્વભાવ સાથે સંધિ થઈ છે અર્થાત્ પર્યાય જ્ઞાયકસ્વભાવ તરફ
વળી ગઈ છે એટલે કર્મ સાથેની સંધિ તેને તૂટી ગઈ છે, તેને કર્મ સાથે નિમિત્ત
નૈમિત્તિકપણું નથી. એટલે સંસાર જ નથી. જેને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી એવા
મિથ્યાદ્રષ્ટિને જ કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિકભાવથી સંસાર છે. અહો, અંતર્મુખ
જ્ઞાયકસ્વભાવરૂપ પરિણમ્યો તેમાં સંસાર કેવો?
જુઓ, આ સીધી–સાદી છતાં મૂળભૂત વાત છે કે દરેક દ્રવ્ય જીવ કે અજીવ સૌ
પોતપોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજે છે, બીજો કોઈ તેને ઉપજાવતો નથી. પોતાની
પર્યાયમાં અનન્યપણે વર્તતું દ્રવ્ય જ તેને કરે છે; બીજો તેમાં તન્મય થતો નથી તો બીજો
તેમાં શું કરે? મારી પર્યાયમાં કોણ તન્મય છે?–કે મારૂં સર્વજ્ઞસ્વભાવી જીવદ્રવ્ય જ મારી
પર્યાયમાં તન્મય છે. આવો નિર્ણય થતાં અંદરમાં જ્ઞાન અને રાગનું પરિણમન જુદું પડી
જાય છે એટલે કે અપૂર્વ ભેદજ્ઞાન થાય છે. ‘જ્ઞાન અને રાગ જુદા છે’–એમ કહે પણ
અંતરમાં આવું ભેદજ્ઞાન થયા વગર જ્ઞાન અને રાગને ખરેખર જુદા જાણ્યા કહેવાય
નહીં. આ તો અંતરમાં ઊતરવાના કોઈ અલૌકિક રસ્તા છે.
ધર્મીજીવ રાગના કર્તાપણે નથી ઊપજતો.–તો શું કૂટસ્થ છે?–ના; તે પોતાના
જ્ઞાનભાવપણે ઉપજે છે. ‘જીવ ઊપજે છે’ એટલે કે દ્રવ્ય પોતે પરિણમતું થકું પોતાની
પર્યાયને દ્રવે છે, તે ક્રમબદ્ધ–પર્યાયરૂપે પરિણમે છે. તે કૂટસ્થ નથી તેમ બીજો તેનો
પરિણમાવનાર નથી. માટે હે જ્ઞાયકચિદાનંદ પ્રભુ! સ્વસન્મુખ થઈને સમયે સમયે
જ્ઞાતાભાવપણે ઊપજવું તે તારું સ્વરૂપ છે; આવા તારા જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે.
અજ્ઞાની પોતાના જ્ઞાયકતત્ત્વને ભૂલીને, કર્મ તરફના ભાવોમાં જ અનન્યપણું
માનીને સંસારપણે ઊપજે છે; જ્ઞાની તો પોતાના જ્ઞાયક ભાવમાં જ અનન્યરૂપે ઊપજતો
થકો કર્મને અનુસરતો નથી, જ્ઞાયકને જ અનુસરે છે, જ્ઞાયક સ્વભાવમાં એકતા કરીને
કર્મ સાથેનો નિમિત્તસંબંધ તેણે તોડી નાખ્યો છે એટલે તે સંસારપણે ઊપજતો નથી,