Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page  


PDF/HTML Page 52 of 52

background image
ફોનં નં. : ૩૪ “આત્મ ધર્મ” Regd No. G 187
આત્મ ધર્મ
(૨૭મું વર્ષ પૂરું થાય છે)
બંધુઓ, દુનિયામાં સર્વોત્કૃષ્ટ નિધાન વીતરાગી દેવ–ગુરુ–ધર્મ છે; આપણા પરમ
ભાગ્યથી એ ઉત્કૃષ્ટ નિધાન આજે આપણને મળ્‌યા છે. તો એ નિધાનને યોગ્ય આપણું
હૃદય વિશાળ અને સ્વચ્છ બનાવીએ ને તેમાં એ નિધાનને પધરાવીને તેનો લાભ
લઈએ–એ આપણું કર્તવ્ય છે,– સમયમાત્રની આળસ વગર એ કામ કરવાનું છે. એ કાર્ય
કરીશું ત્યારે જ અમૂલ્ય નિધાનની સાચી કિંમત સમજાશે. ગુરુદેવનો મહાન ઉપકાર છે કે
આપણામાં રહેલા નિધાન આપણને બતાવે છે. તેઓ એમ નથી કહતા કે ‘હું તને
નિધાન આપું,’ પણ એમ કહે છે કે ‘તારા નિધાન તારામાં જ છે, બીજા પાસે તું માગ
મા.’ આવી રીતે આત્મસન્મુખદ્રષ્ટિ કરાવનારા સંતો આપણને મળ્‌યા છે; તેમને
અનુસરીને આપણે વીતરાગ–જિનમાર્ગમાં પ્રસ્થાન કરવાનું છે.
આજે પૂ. ગુરુદેવ જે વીતરાગ–જિનમાર્ગનો ઉપદેશ આપી રહ્યા છે તેમાંથી
મધુરસન્દેશ લઈને આવતું હોવાથી આત્મધર્મ સર્વે જિજ્ઞાસુઓને ખૂબ વહાલું છે, ઉચ્ચ
ભાવનાપૂર્વક હજારો વાંચકો તે બહુમાનથી વાંચે છે, મોટા વિદ્વાનો કે નાના બાળકો પણ
ઉમંગથી તે વાંચે છે. એ રીતે ગુરુદેવના પ્રતાપે આત્મધર્મ દ્વારા જિનધર્મની મહાન
પ્રભાવના થઈ રહી છે. આ અંકની સાથે આત્મધર્મનું ૨૭ મું વર્ષ પૂરું થાય છે; આવતા
અંકથી ૨૮મું વર્ષ શરૂ થશે. શરૂઆતનો મંગલ અંક અને તેના દ્વારા દીપાવલીનો તથા
બેસતાવર્ષનો સન્દેશ વેલાસર (દીવાળી પછી તરતમાં) મેળવવા માટે, આપનું લવાજમ
દીવાળી અગાઉ ભરી દેવાની વ્યવસ્થા કરશો.
પૂ. શ્રી કહાનગુરુની મંગલ આશીષ ઝીલીને, તેમની મંગલ છાયામાં ચાલતું
આપણું આત્મધર્મ ચાર મુખ્ય ઉદે્શ ધરાવે છે, સૌથી પહેલું આત્માર્થીતાનું પોષણ; (ર)
દેવ–ગુરુ–ધર્મની સેવા (૩) સાધર્મીઓમાં વાત્સલ્યનો વિસ્તાર અને (૪) બાળકોમાં
ધાર્મિક સંસ્કારોનું સીંચન. સંસારના ઝંઝટોને તે કદી સ્પર્શતું નથી; તે તો સદા પોતાના
ઉત્તમ ધ્યેય તરફ જ ચાલ્યું જાય છે.
અધ્યાત્મરસિક ઉચ્ચકક્ષાનો વિશાળ વાચકવર્ગ એ આત્મધર્મનું ગૌરવ છે. અને
સૌ સાધર્મીઓ પણ આત્મધર્મને પોતાનું જ સમજીને પ્રેમભર્યો સહકાર અને સૂચનાઓ
આપી રહ્યા છે, તે બદલ સૌના આભારી છીએ. जयजिनेन्द्र. – બ્ર. હ. જૈન.
પ્રકાશક: (સૌરાષ્ટ્ર)
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૮૦૦