દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ કારતક
ચાર રૂપિયા
1970 NOV.
* વર્ષ ૨૮ : અંક ૧ *
* મંગલ દીવાળી...
ને અપૂર્વ બેસતું વર્ષ *
હે મોક્ષપુરીના પથિક! અપૂર્વ આત્મસ્વભાવ સાંભળીને હવે તો તું તેની ભાવના
વડે સમ્યક્ત્વાદિ ભાવો પ્રગટ કર......જેથી તારા આત્મામાં મંગલ દીવાળી પ્રગટે, અને
અપૂર્વ આનંદરૂપ નવું વર્ષ બેસે.
શિવપુરીના પંથમાં સમ્યક્ત્વાદિ ભાવની પ્રધાનતા છે; એવા શિવપુરીના માર્ગને
જાણીને, હે મોક્ષના પથિક! તું જિનભાવના વડે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવને પ્રગટ કર, એમ
ઉપદેશ કરે છે–
जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण।
पंथिय सिवपुरीपंथं जिणउवइठ्ठं पयत्तेण।।६।।
‘ભાવ’ મુખ્ય છે માર્ગમાં, વણભાવ લિંગથી સાધ્ય ના;
જિનકથિત શિવપુરી પંથ આ, હે પથિક! યત્નથી જાણ તું. (૬)
આચાર્યદેવ કહે છે કે હે મોક્ષમાર્ગના પથિક! હે સાધક! મોક્ષના માર્ગમાં તું
ભાવની મુખ્યતા જાણ; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે ભાવ તેના વડે જ મોક્ષમાર્ગ
સધાય છે, માટે તેને તું પ્રથમ જાણ. આવા ભાવ વગરના લિંગથી તને શું સાધ્ય છે?
સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ વગર દ્રવ્યલિંગ અનંતવાર ધારણ કર્યા ને પંચમહાવ્રતાદિ
પાળ્યા પણ તારા હાથમાં મોક્ષમાર્ગ ન આવ્યો. માટે હે ભવ્ય! જિનવરભગવાને કહેલા
મોક્ષના માર્ગને તું પ્રયત્ન વડે જાણ. ભગવાને કહેલો શિવપુરીનો પંથ સમ્યગ્દર્શનાદિ
ભાવ વડે જ સધાય છે, ભાવ વગરના દ્રવ્યલિંગથી તે સધાતો નથી. માટે હે પથિક! જો
તું શિવપુરીના પંથને ચાહતો હો તો પ્રયત્ન