ગ્રહ્યાં ને છોડયા પણ તારા સંસારનો અંત ન આવ્યો;– ક્ષણે ક્ષણે તું ભાવમરણે દુઃખી છે;
માટે હવે તો તે ભાવમરણથી બચવા તું જિનભાવના ભાવ; જિનભાવના વડે
સમ્યક્ત્વાદિ પ્રગટ કર. ‘જિનભાવના’ કહેતાં પોતાના શુદ્ધ આત્માની સન્મુખ થઈને
તેમાં એકાગ્રતા; તેના વડે શિવપુરીનો પંથ સધાય છે.
સંસારમાં તે ઘણાં તીવ્ર દુઃખો ભોગવ્યાં. તેમાં પણ સાત નરકમાં દારુણ–ભીષણ ને
અસહ્ય દુઃખો ઘણા લાંબાકાળ સુધી તેં ભોગવ્યા. ભાઈ! હવે વિચાર તો કર કે
આવા દુઃખોથી આત્માનો છૂટકારો કેમ થાય? ‘ભાવ’ એટલે સમ્યગ્દર્શનાદિ, તેના
વગર આવા દુઃખો જીવ પામે છે; માટે હે જીવ! હવે તું જિનભાવના વડે
સમ્યગ્દર્શનાદિ ભાવને પ્રગટ કર.
વર્ષથી માંડીને તેત્રીસ સાગરોપમ જેટલા અસંખ્યાત વર્ષો સુધી જીવ તીવ્ર દુઃખ પામે
છે. આનંદધામ તો પોતામાં છે–પણ એની સામે પોતે જોતા નથી. આત્માને ભૂલીને
અનંતકાળ કેવા દુઃખમાં ગુમાવ્યો, ને હવે તેનાથી છુટવા શું કરવું તેનો આ ઈતિહાસ
છે. જિનભાવના વગર દુઃખ પામ્યો, માટે હવે અત્યંત ઉદ્યમ વડે જિનવર જેવો
પોતાનો શુદ્ધ આત્મા ઓળખીને તેની ભાવના કર. આવી જિનભાવના વડે તું
જિનપદને પામીશ.
જીવે પૂર્વે એકક્ષણ પણ નથી ભાવી; મિથ્યાત્વાદિ ભાવોને જ ભાવ્યા છે, સમ્યક્ત્વાદિરૂપ
પરિણતિ કરીને તે ભાવને કદી ભાવ્યા નથી. માટે હે જીવ! હે મોક્ષનગરના પથિક! હવે
તો તું આવો અપૂર્વ આત્મસ્વભાવ સાંભળીને તેની ભાવના કર; ભાવના એટલે તેમાં
એકાગ્રતારૂપ ભાવ પ્રગટ કર જેથી તારા આત્મામાં અપૂર્વ આનંદરૂપ નવું વર્ષ બેસે, ને
અનંતકાળમાં નહિ પ્રગટેલું પરમ સુખ તને પ્રાપ્ત થાય. આનું નામ મંગલ દીવાળી ને
આ અપૂર્વ બેસતું વર્ષ.