:૮: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
શાંતમૂર્તિ ચેતનસ્વભાવના જ્ઞાન સિવાય જીવ સંસારમાં બીજું બધું કરી ચુક્્યો:
ત્યાગી પણ થયો, શુભક્રિયાઓ પણ કરી, પણ તેનાથી પાર વિકલ્પાતીત આનંદસ્વરૂપ
નિધાન પોતામાં ભર્યાં છે–તે લક્ષમાં ન લીધું. હવે હે ભાઈ! વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર
કહે છે તે વાત લક્ષમાં લઈને સ્વાનુભવગમ્ય કર.....અંદર તને
આનંદ–રસના સ્વાદના ઘૂંટડા આવશે. આત્મામાં જ્ઞાનદીવડા પ્રગટાવીને આવા
નિર્વિકલ્પ આનંદ–રસનાં ભોજન લેવા–તે ખરી દીવાળી છે. આચાર્યદેવ મોક્ષને સાધવા
માટે આત્માને જાણવાનો ઉપદેશ આપે છે કે–
एएण कारणेण य तं अप्पा सद्दहेह तिविहेण।
जेण य लभेह मोक्खं तं जाणिज्जह पयत्तेण।।८७।।
તે કારણે હે ભવ્ય! જાણો યત્નથી નિજ–આત્મને,
ત્રિવિધે કરો એની જ શ્રદ્ધા, મોક્ષ–પ્રાપ્તિ કારણે. ૮૭
હે ભવ્ય જીવ! પુણ્ય–પાપ રહિત શુદ્ધચેતનારૂપ એવા તે આત્માને તમે
પ્રયત્નપૂર્વક જાણો અને ત્રિવિધે તેની શ્રદ્ધા કરો કે જેથી તમે મોક્ષને પામશો.
આત્માને ભૂલીને બહારનાં બીજાં જાણપણા એ કાંઈ મોક્ષનું કારણ નથી, મોક્ષને
માટે તો હે જીવ! તું સર્વપ્રકારે ઉદ્યમ કરીને આત્માને જાણ અને તેની શ્રદ્ધા કર.
લાખ બાતકી બાત યહૈ નિશ્ચય ઉર લાવો,
તોડી સકલ જગ–દ્વંદ–ફંદ નિજ આતમ ધ્યાવો.
આત્માનો સ્વભાવ રાગરૂપ નથી એટલે રાગ વડે તેની પ્રાપ્તિ થતી નથી.
આત્માનો સ્વભાવ મોક્ષ છે, (મોક્ષ કહ્યો નિજશુદ્ધતા) –તેની પ્રાપ્તિ આત્માના શ્રદ્ધા–
જ્ઞાન–અનુભવ વડે જ થાય છે.
જુઓ, આ મોક્ષને પામવાની રીત! મોક્ષ એટલે આત્માનો સ્વભાવ ધર્મ; જે
ભાવથી મોક્ષ પમાય તે જ આત્મિકધર્મ; પુણ્ય અને પાપ એ તો બંને સંસારનું જ કારણ
છે. માટે આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! આવા આત્માને પ્રયત્નવડે જાણીને તેમાં વસ તો
મોક્ષનગરીમાં તારું વાસ્તુ થશે ને અપૂર્વ મંગળ પ્રગટશે.