:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૯:
હે જીવ! આનંદથી ભરેલા સ્વઘરમાં વસ
ગુરુદેવે ભાઈબીજના દિવસે ભાવશુદ્ધિનો
ઉપદેશ આપતાં કહ્યું કે હે ભાઈ! તું
ચૈતન્યતત્ત્વનો પ્રેમ કર, તેના રસમાં ઉત્સાહ
લાવ. બાહ્ય વિષયો અને બાહ્યભાવો સંસારનું
કારણ છે તેનો રસ છોડીને આનંદધામ એવા
આત્મામાં વસ......આનંદના ઘરમાં વાસ્તુ કર.
ઈન્દ્રિયમાં કે રાગમાં તારો વાસ નથી, આનંદથી
ભરેલા અતીન્દ્રિયસ્વભાવમાં જ તારો વાસ છે.
(સોનગઢમાં ભાઈશ્રી પ્રભુદાસ તારાચંદ કામદારના મકાનના વાસ્તુપ્રસંગે
અષ્ટપ્રાભૃત ગા. ૯૦ના પ્રવચનમાંથી વીર સં. ૨૪૯૭ કા. સુદ બીજ)
* * * * *
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી ભાવશુદ્ધિ તે મોક્ષનું કારણ છે, તેનો ઉપદેશ આપે
છે. હે જીવ! પ્રથમ તું ભાવશુદ્ધિ કર; ભાવશુદ્ધિ વગરની ક્રિયાઓ તો જનરંજન માટે છે,
તેમાં આત્માનું કાંઈ હિત નથી.
આત્મા પાંચ ઈન્દ્રિયોથી પાર છે, મનના સંકલ્પ–વિકલ્પોથી પણ પાર છે, પાંચ
ઈન્દ્રિયોથી ને મનના વિષયોથી પણ ભિન્ન એવા જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માના અનુભવ
વડે ભાવશુદ્ધિ થાય છે. એવી ભાવશુદ્ધિ વગરના જીવો દુઃખના જ પંથમાં પડેલા છે.
સુખના પંથ જેને અંતરમાં હાથ આવ્યા છે એવા ધર્મીજીવને આત્માના સમ્યક્ ચેતન
સ્વભાવ સિવાય જગતમાં ક્્યાંય રુચિ રહેતી નથી. હું તો આત્મા છું, મારું જ્ઞાન છે;
મારા જ્ઞાન–આનંદની સાથે હું છું, સંયોગની સાથે હું નથી, –આવી ભાવનાવાળો જીવ
હિતના પંથમાં પડેલો છે. ચૈતન્યની ભાવના વડે તેને જ્ઞાન અને આનંદના કિરણોવાળું
સુપ્રભાત ખીલે છે.
ભાઈ, તું ચૈતન્યતત્ત્વનો પ્રેમ કર, તેના રસમાં ઉત્સાહ લાવ, બહારના
પદાર્થોમાં ને બહારના ભાવોમાં રસ તે તો ચારગતિરૂપ સંસારનું કારણ છે.
આનંદધામ–આનંદનું