Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 45

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૩૩:
આશાથી (વેદાંતની જેમ) પોતાની પર્યાયને કોઈ છોડી દેવા માંગે તો તેને જ્ઞાનતત્ત્વ
અનુભવમાં નહીં આવે. રાગથી તો જુદું જ્ઞાનતત્ત્વ પ્રાપ્ત થાય એટલે કે અનુભવમાં
આવે; પણ પર્યાયથી જુદું જ્ઞાનતત્ત્વ અનુભવમાં ન આવે. નિત્ય–અનિત્યપણા સહિત
જ્ઞાનતત્ત્વનો અનુભવ કરતાં આનંદ સહિત આત્મા અનુભવાય છે, તેમાં પરભાવનો
અભાવ છે પણ પર્યાયનો અભાવ નથી. અહા! આચાર્યભગવાને અનુભવના ઉમળકા
આ સમયસારમાં ઊતારીને ભવ્યજીવો ઉપર મહાન કરુણા કરી છે.
ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા.....ત્યારે દેવોએ મોટો મહોત્સવ કર્યો હતો; એને
તો ૨૪૯૬ વર્ષ થયા ને આજે (આસોવદ અમાસે) ૨૪૯૭ મું વર્ષ બેઠું, ત્રણવર્ષ પછી
અઢી હજારમું વર્ષ બેસશે ને ભારતમાં તેનો મોટો ઉત્સવ ઉજવાશે. તે ભગવાન મહાવીરે
મોક્ષ જતા પહેલાં અરિહંતપદેથી આવા અનેકાન્તતત્ત્વનો ઉપદેશ આપ્યો હતો.
જ્ઞાનસ્વરૂપ આત્માનું સત્ય સ્વરૂપ બતાવીને ભગવાને જગતના જીવોને સાચું જીવન
આપ્યું; કેમકે અજ્ઞાનથી પોતાના આત્માની નાસ્તિકતા હતી–આત્માનો અનુભવ ન
હતો, એટલે ભાવમરણ હતું, તેને બદલે અનેકાન્તવડે આત્માનું સાચું સ્વરૂપ સમજતાં
આત્માના આનંદના અનુભવરૂપ જીવન પ્રગટે છે. આ રીતે અનેકાન્તદ્વારા જ્ઞાનસ્વરૂપ
સમજાવીને ભગવાન મહાવીરે જીવોને ભાવમરણથી છોડાવ્યા ને ચૈતન્યનું સાચું જીવન
આપ્યું.
–એવા મહાવીર ભગવાનના મોક્ષનો આજે દિવસ છે. ભગવાનની “ વાણી
ત્રણલોકમાં જયવંત છે; અહો! જિનવાણી ધન્ય છે કે જેણે જગતને આત્માનું સ્વરૂપ
સમજાવ્યું:–
ધન્ય દિવ્યવાણી કારને રે......
જેણે પ્રગટ કર્યો આત્મદેવ......
જિનવાણી જયવંત ત્રણલોકમાં રે......
અનેકાન્તમય આત્મતત્ત્વને જિનવાણીએ પ્રકાશિત કર્યો છે; આવું અલૌકિક
વસ્તુસ્વરૂપ બીજું કોઈ સમજાવી શકે નહીં. કોઈએ ધુ્રવને છોડ્યું, તો કોઈએ પર્યાયને
છોડી, ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ તત્ત્વ સમયેસમયે પોતાથી પરિપૂર્ણ વર્તી રહ્યું છે–તે તો
અનેકાન્તમય જિનવાણી જ પ્રકાશે છે. ભાઈ! તારા જ્ઞાનમાં ઉત્પાદ–વ્યયરૂપ પર્યાય તે
કાંઈ ભ્રમ નથી; ઉત્પાદ–વ્યય તો મોક્ષમાં સિદ્ધભગવાનનેય થાય છે, તેમને રાગદ્વેષ નથી
પણ નવીનવી આનંદપર્યાય તો થાય જ છે, પોતાની અવસ્થાથી જુદી