Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 45

background image
:૩૪: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
વસ્તુ નથી. ભાઈ, ધુ્રવપણું પણ તું પર્યાય વગર શેનાથી જાણીશ? ધુ્રવનેય જાણે છે તો
પર્યાય; તે પર્યાયની જ નાસ્તિ માનીશ તો ધુ્રવનો પણ સાચો સ્વીકાર થશે નહીં. આત્મા
દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય, –એમ ધર્મીજીવ નિત્ય–અનિત્યસ્વરૂપ આત્માને
અનુભવમાં લ્યે છે. આ રીતે અનેકાન્તવડે જ જ્ઞાનમય આત્મતત્ત્વ સિદ્ધ થાય છે એટલે
કે અનુભવમાં આવે છે; જ્ઞાનવડે સ્વયમેવ આવો આત્મા અનુભવમાં આવે છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે પોતાના અનુભવમાં આવે છે. અનેકાન્ત વડે આચાર્ય
ભગવાને તેવું સ્વરૂપ પ્રસિદ્ધ કરીને આનંદમય આત્માનો અનુભવ કરાવ્યો છે. આવા
અનુભવમાં અનંત શક્તિની નિર્મળપર્યાયોસહિત ભગવાન આત્મા ઉલ્લસે છે. એ જ
સાચું આત્મજીવન છે.
जय जिनेन्द्र..... जय अनेकान्त
* * * * *
નથી કાર્ય–કારણ અન્યનું.....એવો જ આત્મસ્વભાવ છે
પોતાની સ્વકીય તાકાતથી જ પોતાના કાર્ય–કારણરૂપે થનાર
આત્માના કારણ–કાર્યને જેણે જાણ્યા તેણે જિનશાસનને જાણ્યું
આત્મામાં એક જ્ઞાનશક્તિ, એવી અનંતશક્તિ; તેનું પરિણમન સંસારી જીવને
અનાદિથી સમ્યક્ ન હતું; તે સમ્યક્પરિણમન કેમ થાય? તેની આ વાત છે.
પ્રથમ તો, આત્મા તરફ વળીને આત્માના સ્વભાવને લક્ષમાં લ્યે ત્યારે જ જ્ઞાનનું
પરિણમન સમ્યક્ થાય છે. એ સિવાય બીજા કોઈના લક્ષથી, કે વિકલ્પથી જ્ઞાનનું સમ્યક્
પરિણમન થતું નથી. એટલે જ્ઞાનના પરિણમનમાં અન્ય કોઈ કારણ નથી.
–આવું જ્ઞાન કેમ થાય?
ઉપદેશમાં એમ કહેવાય કે સત્સમાગમે શ્રવણ–મનનથી આવું જ્ઞાન થાય. –પણ
એ તો જ્ઞાનમાં વચ્ચે એવો વ્યવહાર આવી જાય છે તેની વાત છે. કાંઈ શ્રવણના
શબ્દોના લક્ષે, કે તે સંબંધી વિકલ્પના લક્ષે જ્ઞાન થતું નથી, જ્ઞાન તો તે બંનેથી પાર,
એકલા સ્વદ્રવ્યને જ અવલંબનારું છે. અભવ્યજીવો અન્ય કારણ વડે જ્ઞાન માને છે, તેને
જ્ઞાનપરિણતિ કદી થતી નથી; તેમ કોઈ પણ જીવને પરતરફના લક્ષવાળું