Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 45

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૩૫:
જ્ઞાન કે વિકલ્પ તે આત્માના જ્ઞાનનું કારણ થતું નથી. જ્ઞાન પોતે અન્ય કારણોથી
નિરપેક્ષ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ, તે આત્મપરિણામ છે, તે અન્યથી
નિરપેક્ષ છે. એમ આત્માના અનંતગુણો છે તે બધાય અન્યથી નિરપેક્ષ છે. અન્યથી
તો નિરપેક્ષ છે, રાગથી પણ નિરપેક્ષ છે; ને શ્રદ્ધા–જ્ઞાનાદિનું એકસાથે કાર્ય થાય છે.
તેમાં પણ તેઓ એકબીજાનાં કારણ નથી. જ્ઞાનગુણથી આત્મા સ્વયં
જ્ઞાનપરિણતિરૂપ પરિણમ્યો છે, ને શ્રદ્ધાગુણથી આત્મા સ્વયં સમ્યગ્દર્શન–
પરિણતિરૂપ પરિણમ્યો છે. રાગાદિ વ્યવહાર હો, શ્રવણ હો, પણ તે કાંઈ જ્ઞાનનું
કારણ નથી, શ્રદ્ધાનું કારણ નથી; કોઈ બીજાની અપેક્ષા રાખ્યા વગર જ્ઞાનપરિણતિ
અંતરમાં આત્માને અનુભવમાં લ્યે ત્યારે જ જ્ઞાનાદિ સાચાં થાય છે; કોઈ ગુણની
પરિણતિ બીજા કારણની અપેક્ષા રાખતી નથી. બસ, તું અનંતગુણસંપન્ન પોતાના
આત્માની જ સામે જો. તે જ પોતાની તાકાતથી કારણ–કાર્યરૂપ થઈને
નિર્મળપર્યાયપણે ઉલ્લસશે, એટલે કે પરિણમશે.
તેથી કહે છે કે જેણે આત્માના કારણ–કાર્યને જાણ્યા તેણે સમસ્ત જિનશાસનને
જાણ્યું.
સાચું સુખ
જીવ સુખ ચાહે છે......પણ તે રાગમાં ને
સંયોગમાં સુખને શોધે છે. ભાઈ, સુખ તો રાગમાં
હોય? –કે વીતરાગતામાં? વીતરાગતા તે જ સુખ
છે, તેને જીવે કદી જાણ્યું નથી. જેણે રાગમાં અને
પુણ્યમાં સુખ માન્યું તેને મોક્ષની શ્રદ્ધા નથી. મોક્ષ
તો અતીન્દ્રિય જ્ઞાનમય છે, રાગમય નથી. અરિહંત
અને સિદ્ધ ભગવંતોના સુખને ધર્મી જીવો જ જાણે
છે. સ્વપરના ભેદજ્ઞાનપૂર્વક વીતરાગ વિજ્ઞાન વડે જ
તે સુખ અનુભવાય છે.