રક્ષા કરો ને તેમાં વ્યાપક બનો; પણ રાગના રક્ષક ન બનો, રાગમાં વ્યાપક ન
બનો. પહેલાંં કાંઈક બીજું કરી લઈએ ને પછી આત્માની ઓળખાણ કરશું–
એમ કહે તેને આત્માની રુચિ નથી. આત્માની રક્ષા કરતાં તેને આવડતી નથી.
શ્રીમદ્રાજચંદ્રજી નાની વયમાં પણ કેટલું સરસ કહે છે? જુઓ તો ખરા! તેઓ
કહે છે કે હે જીવો! તમે ત્વરાથી સ્વદ્રવ્યના રક્ષક બનો...તીવ્ર જિજ્ઞાસા વડે
સ્વદ્રવ્યને જાણીને તેના રક્ષક બનો, તેમાં વ્યાપક બનો, તેના ધારક બનો–
જ્ઞાનમાં તેની ધારણા કરો; તેમાં રમણ કરનારા બનો, તેના ગ્રાહક બનો; આમ
સર્વપ્રકારે સ્વદ્રવ્ય ઉપર લક્ષ રાખીને તેની રક્ષા કરો. આ રીતે નિશ્ચયનું ગ્રહણ
કરવાનું કહ્યું. હવે બીજા ચાર વાક્્યમાં વ્યવહારનો ને પરનો આશ્રય છોડવાનું
કહે છે–
ધારકતા ત્વરાથી છોડવા જેવી છે. લોકો કહે છે કે વ્યવહાર છોડવાનું હમણાં ન
કહો. –અહીં તો કહે છે કે તેને ત્વરાથી તજો. જેટલા પરદ્રવ્યાશ્રિત ભાવો છે તે બધા
શીઘ્ર છોડવા જેવા છે. –એમ લક્ષમાં તો લ્યો.
અંતર્મુખ થઈને સ્વદ્રવ્યમાં રમણ કર......તેમાં તારું હિત ને શોભા છે. તે જ મોક્ષનો
માર્ગ છે.