Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૩૯:
વિવિધ સમાચાર
(અમદાવાદ તા. ૨પ–૧૧–૭૦)
* ગુજરાતના ભાઈઓની વિનતિથી પૂ. શ્રી કાનજીસ્વામી કારતક વદ આઠમ
(તા. ૨૧–૧૧–૭૦) ના રોજ સોનગઢથી મંગલ પ્રસ્થાન કરીને ગુજરાત તરફ પધાર્યા
છે. કાર્યક્રમ આ પ્રમાણે છે–અમદાવાદ (તા. ૨૧ થી ૨પ) હિંમતનગર તા. ૨૬–૨૭;
રણાસણ તા. ૨૮–૨૯; ફતેપુર તા. ૩૦ થી ૭ ડિસેમ્બર સુધી આઠ દિવસ, તેમાં છેલ્લે
દિવસે તા. ૭–૧૨–૭૦ માગશર સુદ ૯ ને સોમવારે સીમંધરસ્વામીના સમવસરણ મંદિર
વગેરેના નવનિર્માણ માટેનું શિલાન્યાસ–મુહૂર્ત છે. ત્યારબાદ સાબલી મુકામે તા. ૮ તથા
૯; ત્યાં સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. ત્યાંથી પાછા ફરતાં વચ્ચે અમદાવાદ
મુકામે તા. ૧૦ અને પુન: સોનગઢ પ્રવેશ તા. ૧૧ શુક્રવારે.
* ત્યારબાદ, માહ સુદ ૯–૧૦ ગુરુ–શુક્રવાર તા. ૪–પ ફેબ્રુઆરી ૧૯૭૧ બે દિવસ
માટે પૂ. ગુરુદેવ ગઢડામુકામે પધારશે, અને ત્યાં માહ સુદ દસમ ને શુક્રવારે દિ.
જિનમંદિરનું શિલાન્યાસ થશે. ત્યાંથી બોટાદ વગેરે પધારશે.
* વૈશાખ સુદ બીજની જન્મજયંતી માટે આ વખતે પોરબંદરની વિનતિ આવેલ,
તેથી વૈશાખ સુદ બીજ પોરબંદરમાં ઉજવવાનું નક્કી થયું છે. પૂ. ગુરુદેવ ચૈત્ર વદમાં
જેતપુર થઈને પોરબંદર પધારશે. પછી બે દિવસ ગોંડલ થઈને વૈશાખ સુદ પાંચમથી વદ
ચોથ (સોળ દિવસ) સુધી રાજકોટ પધારશે. અને ત્યાંથી વૈશાખ વદ પાંચમે જયપુર
શહેર પધારશે. આ માટે જયપુર જૈનસમાજ તરફથી વિનતિ કરવા શેઠશ્રી પૂરણચંદજી
ગોદિકા વગેરે ભાઈઓ સોનગઢ આવ્યા હતા. અને જયપુરમાં ગુરુદેવની મંગલ છાયામાં
તા. ૧પ–પ–૭૧ થી તા. ૩–૬–૭૧ સુધીના ૨૦ દિવસ શિક્ષણશિબિરનું વિશેષ આયોજન
રાખવામાં આવ્યું છે. કાર્યક્રમોની વિગતવાર માહિતી હવે પછી પ્રગટ થશે.
* ઉદેપુરના કુણગામે જૈન પાઠશાળા ખોલવામાં આવેલ છે, તેમાં ૬૦ જેટલા
બાળકો ઉત્સાહથી અભ્યાસ કરે છે. –ધન્યવાદ!
* મધ્યપ્રદેશનું મુમુક્ષુમંડળ જૈનધર્મના વિશેષ પ્રચાર માટે ઉત્સાહપૂર્વક
પ્રયત્નશીલ છે. ધાર્મિક સાહિત્યની સ્વાધ્યાય વધે, વીતરાગી તત્ત્વજ્ઞાનનો પ્રચાર થાય
તેમજ જિનવર દેવના દર્શન–પૂજનાદિ વડે ધાર્મિકભાવના પુષ્ટ થાય તે માટે સમાજમાં
સારી જાગૃતિ આવેલ છે. –ધન્યવાદ!