:૪૦: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
* વૈરાગ્ય સમાચાર: શ્રી પૂર્ણસાગરજી મહારાજ–જેઓ ચાતુર્માસ સોનગઢમાં
રહ્યા હતા, ને પ્રવચન–સ્વાધ્યાયાદિમાં ઉત્સાહથી ભાગ લેતા હતા; તેઓ દિવાળી પછી
રતલામ ગયેલા; ત્યાંના જિનમંદિરમાં બપોરે પડી ગયેલા અને ગંભીર ચોટ લાગી; તેથી
તા. ૮–૧૧–૭૦ ના રોજ રતલામ મુકામે સ્વર્ગવાસ પામી ગયા છે. તેઓ ભદ્રિક હતા, ને
સોનગઢ પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવતા હતા. વીતરાગ માર્ગના સંસ્કારમાં આગળ વધીને
તેઓ આત્મહિત પામો.
* સાયલા–મારવાડના રહીશ ભાઈશ્રી ખુશાલચંદજી ભંડારી કારતક સુદ પૂનમે
સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક માસથી સોનગઢ રહીને તેઓ લાભ લેતા હતા;
કાર્તિકી પૂનમે તેઓ શત્રુંજય સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા પાલીતાણા ગયેલા ને ત્યાં પહાડ
ઉપર ચડતાં ચડતા વચ્ચે હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા. વીતરાગી દેવ–ગુરુ–ધર્મના
શરણે તેઓ આત્મહિત પામો.
* દાદર અને ઘાટકોપર મુકામે જૈનપાઠશાળામાં બાળકો ઉત્સાહથી ભાગ લ્યે છે.
દાદર પાઠશાળાના બાળકોએ દિવાળી પ્રસંગે મહાવીરપ્રભુના જીવનને યાદ કરીને ઉત્તમ
ભાવનાઓ ભાવી હતી. ઘાટકોપર પાઠશાળાના બાળકોએ ‘મહારાણી ચેલણા’ ના
નાટક દ્વારા જૈનધર્મનો ઉત્તમ મહિમા પ્રસિદ્ધ કર્યો હતો. પાઠશાળામાં ૭પ જેટલા બાળકો
ભાગ લ્યે છે. –ધન્યવાદ!
* પાથર્ડી (અહમદનગર) થી વિદ્વાન ભાઈ લખે છે કે–જૈનબાલપોથી ભાગ ૨
પઢા; બહુત હી અચ્છા હૈ; યહાં પાઠશાલાકે વિદ્યાર્થીઓંકે લિયે ભાગ ૧–૨ કી જરૂરત હૈ:
સાહિત્ય પ્રચાર અચ્છી તરહ હોગા! દૂસરી પુસ્તકેં ભી ભેજનેકી કૃપા કરેં!
(જૈન વિદ્યાલય)
* पं महेन्द्रकुमार जैन ‘विशारद’ परसाद [उदयपुर] ’ થી જૈનબાળપોથી
ભાગ ૨ સંબંધમાં લખે છે કે– ‘આપ મહાનુભાવ ઈસ કલિકાલમેં ઈસ પ્રકાર
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રકા સવિસ્તારસે માર્ગદર્શન કરાતે હૈં –धन्यवाद! ’
* આપણી સંસ્થાના જુના મેનેજર શ્રી ચંદુભાઈ બાવીસી વલસાડથી લખે છે કે
‘આત્મધર્મ’ નિયમિત વાંચું છું, દશ દિવસ બરાબર ચિંતન ચાલે છે, ને કર્મભૂમિમાંથી
યોગભૂમિમાં જવા જેવું લાગે છે. આત્મધર્મ વાંચતી વખતે તો પૂ. ગુરુદેવશ્રીના મુખના
હાવભાવ, સિંહગર્જના સમી વાણી વગેરે આંખ સામે તરવર્યા જ કરે છે. ’