આત્માને સદાય ભાવવો, તેની સન્મુખ એકાગ્ર થવું.
પર્યાય છે. આત્માને ભૂલીને પરનો આશ્રય શોધનારી પર્યાય તો અનાથ હતી;
પોતાનો સાચો નાથ એવો ચૈતન્યસ્વભાવ તેને પ્રાપ્ત થયો ન હતો; પણ જ્યાં તે
પર્યાય અંતરમાં વળી ત્યાં તેણે પોતાના નાથ એવા ચૈતન્યસ્વભાવને પોતામાં જ
દેખ્યો, તે સનાથ થઈ. સ્વભાવના આશ્રયે પ્રગટેલી જે શુદ્ધ ચતુષ્ટયપરિણતિ તેનો
નાથ આત્મા પોતે છે, તે સનાથ છે. હે ભવ્ય! તારે તારા આત્મામાં આનંદમય
મંગલ પ્રભાત ઉગાડવું હોય તો તારા આત્માના સ્વભાવને જ પોતાનો નાથ
બનાવીને તેનો આશ્રય લે.
આનંદનો ભંડાર છે, અનંત જ્ઞાન–આનંદથી ભરપૂર જીવડો છે, તેનું ભાન કરતાં
જ્ઞાનનો દીવડો પ્રગટે છે, ચૈતન્યનો પ્રકાશ ઊગે છે; તે જ આત્માની દીવાળી અને
સુપ્રભાત છે.
અનંત ચતુષ્ટયથી ભરેલા આત્માની ભાવના કરતાં સાદિઅનંત સુખ પ્રગટે છે, તેને
આત્મામાં શાશ્વત સુખનું નવું વર્ષ બેઠું; તેને આનંદમય ચૈતન્યસૂર્ય ઝગઝગાટ કરતો
ઊગ્યો, આનંદના વાજાં વગાડતું મંગલ પ્રભાત ઊગ્યું. તે આત્મા સવારના પહોરમાં
સ્મરણ કરવા યોગ્ય પ્રાતઃસ્મરણીય છે.