Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 53

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
એવો તું નથી. નિમિત્ત કે રાગ વગેરેની અપેક્ષા કર્યા વગર સ્વયં પોતાના સ્વભાવથી જ
તારા દ્રવ્ય–ગુણ–પર્યાય તારામાં છે; આવા આત્માને જ્ઞાનલક્ષણથી અહીં ઓળખાવ્યો છે,
તેને ઓળખતાં જ મોક્ષમાર્ગ પ્રગટે છે, ને ધર્મ થાય છે.
બહારમાં બીજા કોઈને સાધન બનાવીને, કે શુભરાગને સાધન બનાવીને
આત્મામાં સમ્યગ્દર્શનાદિ કોઈ ધર્મ કરવા માંગે તો તે ધર્મ થઈ શકે નહિ, કેમકે
ધર્મનું કારણ જ્ઞાનથી જુદું નથી. ધર્મના છએ કારક જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ સમાય
છે. અતીન્દ્રિય આત્મતત્ત્વ, તે ઈંદ્રિયો વડે કે ઈંદ્રિયને અવલંબનારા ભાવો વડે કેમ
પમાય? તેને જાણનારું જ્ઞાન પણ અતીન્દ્રિયસ્વરૂપ છે, ઈંદ્રિયનું અવલંબન તેમાં
નથી. દ્રવ્યસ્વભાવને જેમ પરની અપેક્ષા નથી તેમ તે સ્વભાવમાં અંતર્મુખ એકાગ્ર
થયેલી નિર્મળપર્યાયમાં પણ પરની અપેક્ષા નથી, અહો! આવા સ્વભાવને અંતરમાં
ઉગ્રપણે સાધતાં સાધતાં અમૃતચંદ્રાચાર્ય દેવે આત્માના અદ્ભુતસ્વભાવનું આ
વર્ણન કર્યું છે. આ હિંદુસ્તાનમાં જ્યારે તેઓ મુનિપણે વિચરતા હશે ત્યારે એમનો
દેખાવ કેવો હશે! મુનિદશા, એની શી વાત! એ તો પરમેષ્ઠીપદ છે, આત્માના પ્રચૂર
આનંદમાં ઝુલતી દશા છે. એવી દશામાં વર્તતાં જગતના મહા ભાગ્યે આ સમયસાર
શાસ્ત્ર રચાઈ ગયું છે.
આત્માના સ્વભાવને અનુભવનારી નિર્મળપર્યાય છે તે સ્વદ્રવ્યમાં વ્યાપક છે, તે
રાગાદિમાં નથી વ્યાપતી, પરમાં નથી વ્યાપતી, જ્ઞાનપર્યાય પોતાના દ્રવ્યમાં પૂરાભાગમાં
રહે છે, પણ તે શરીરમાં કે રાગમાં રહેતી નથી; ને શરીર કે રાગ તે જ્ઞાનપર્યાયમાં રહેતા
નથી. –આમ ભિન્નતા છે, તેમને એકબીજાની સાથે કારણકાર્યપણું નથી. આવા
જ્ઞાનસ્વરૂપે પોતાના આત્માને ઓળખતાં કર્મ સાથેનો સંબંધ સર્વથા છૂટીને ધર્મ થાય
છે, ને સિદ્ધપદ પ્રગટે છે.
રં ગ લાગ્યો..
રંગ લાગ્યો આતમ! તારો રંગ લાગ્યો....
તારી શ્રદ્ધા કરવાનો મારો ભાવ જાગ્યો.... રંગ લાગ્યો......
રંગ લાગ્યો ચેતન! તારો રંગ લાગ્યો.......
તારો અનુભવ કરવાનો મને ભાવ જાગ્યો.... રંગ લાગ્યો......