ત્રેવીસમા તીર્થંકર થાય છે. પહેલાંં મરૂભૂતિના
ભવમાં પોતાના ભાઈ કમઠદ્વારા પત્થરથી છૂંદાઈને
જેનું મૃત્યુ થયું, હાથીના ભવમાં સમ્યગ્દર્શન
પામીને આત્માને ઓળખીને સર્પદંશથી જેનું
સમાધિમરણ થયું, અગ્નિવેગ મુનિના ભવમાં
અજગર જેને ગળી ગયો, વજ્રનાભીચક્રીના
ભવમાં ભીલે જેને બાણ માર્યું, આનંદમુનિના
ભવમાં સિંહ જેને ખાઈ ગયો, તે જ જીવ આત્માની
આરાધનામાં આગળ વધતાં–વધતાં હવે અંતિમ
અવતારમાં વારાણસીનગરીમાં ભરતક્ષેત્રના
ત્રેવીસમા તીર્થંકરપણે અવતરે છે......
મારે આશ.
તૈયારી હતી ત્યારે આ ભરતક્ષેત્રમાં ચોથો આરો પૂરો થવા આવ્યો હતો. બાવીસ
તીર્થંકરો તો મોક્ષ પધારી ગયા હતા. નેમનાથ ભગવાન ગીરનારથી મોક્ષ પધાર્યા
તેને પણ ૮૩૭પ૦ વર્ષ વીતી ગયા હતા. અયોધ્યાથી થોડા ગાઉ દૂર કાશીદેશમાં
ગંગાનદીના કિનારે વારાણસી (બનારસ) નગરી અત્યંત શોભતી હતી. આ
નગરીમાં સાતમા સુપાર્શ્વનાથ તીર્થંકર અવતરી ચુકયા હતા, ને હવે પાર્શ્વનાથ
તીર્થંકરના અવતારની તૈયારી ચાલતી હતી.