Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 53

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
તે વખતે વારાણસીનગરીમાં ઘણા જૈનો વસતા હતા, ને ભવ્ય જિનાલયો
રત્નબિંબોથી શોભતા હતા, પ્રજાજનો દયાધર્મનું પાલન કરતા હતા. રત્નત્રયધારી અનેક
મુનિવરો નગરીને પાવન કરતા હતા. (તે નગરીમાં અત્યારે તો જૈનોની વસ્તી ઘણી જ
ઘટી ગઈ છે. જિનમંદિરો પણ ત્રણચાર જ છે, અનેક કુમાર્ગો ત્યાં ચાલે છે. એક
ગૃહચૈત્યમાં લાખો રૂપિયાની કિંમતના હીરામાંથી કોતરેલ પારસપ્રભુની પ્રતિમા હતી, તે
પણ હમણાં (વીર સં. ૨૪૯૬માં) કોઈ ઠગ દર્શનના બહાને આવીને ધોળે દિવસે
હાથમાંથી ઝૂંટવી ગયો. બનારસ શહેરથી દસેક કિલોમીટર દૂર શ્રેયાંસનાથ તીર્થંકરનું
જન્મધામ સિંહપુરી (સારનાથ) છે, ત્યાં શ્રેયાંસનાથ સ્વામીનું મનોહર જિનાલય છે;
તથા વીસેક કિલોમીટર દૂર ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભ ભગવાનનું જન્મધામ ગંગાકિનારે
આવેલ છે, ત્યાં પણ પ્રાચીન જિનમંદિર છે. લેખકે પૂ. શ્રી કહાનગુરુ સાથે આ તીર્થોની
યાત્રા કરેલી છે, જેનું વર્ણન ‘મંગલ તીર્થયાત્રા’ પુસ્તકમાં આપ વાંચી શકશો.)
ચોથાકાળમાં જેની અપાર જાહોજલાલી હતી, અરે! તીર્થંકરનો જ્યાં અવતાર
થવાનો હતો–એવી બનારસી નગરીની શોભાની શી વાત! રાજમહેલના આંગણે
આકાશમાંથી દરરોજ કરોડો રત્નોની વૃષ્ટિ થતી હતી......પંદરમાસ સુધી તે રત્નવૃષ્ટિ
ચાલી; નગરજનો સમજી ગયા કે કોઈ મહાન મંગળ પ્રસંગની આ નિશાની છે.
વિશ્વપ્રસિદ્ધ એવા આ બનારસતીર્થમાં તે વખતે મહા ભાગ્યવાન વિશ્વસેનરાજા
રાજ્ય કરતા હતા. (કોઈ તેને અશ્વસેન પણ કહે છે.) તેઓ ઘણા ગંભીર હતા,
સમ્યગ્દ્રષ્ટિ હતા, અવધિજ્ઞાનના ધારક હતા ને વીતરાગ દેવ–ગુરુના પરમ ભક્ત હતા.
તેમના મહારાણી બ્રાહ્મીદેવી (બ્રહ્મદત્તા અથવા વામાદેવી) પણ અનેક ગુણસંપન્ન હતા.
તે બંનેનો આત્મા તો મિથ્યાત્વના મેલથી રહિત હતો ને તેમનું શરીર પણ મળમૂત્ર
વગરનું હતું. અહા! તીર્થંકર જેવા પવિત્ર આત્મા જ્યાં વસવાના હોય ત્યાં મલિનતા કેમ
રહી શકે? સિદ્ધાંતમાં કહ્યું છે કે તીર્થંકરને, તેમના માતા–પિતાને, ચક્રવર્તીને, બળદેવ–
વાસુદેવ–પ્રતિવાસુદેવને અને જુગલીઆને મળમૂત્ર હોતાં નથી.
એકવાર મહારાણી બ્રાહ્મીદેવી પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનપૂર્વક નિદ્રાધીન
થયા હતા; ચૈત્ર વદ બીજનો દિવસ હતો; ત્યારે પાછલી રાતે તેમણે ૧૬ ઉત્તમ સ્વપ્ન
દેખ્યા;
માત બ્રહ્મા સ્વપ્ન દેખે પ્રથમ ઐરાવત અહા,
પછી બળદ ને સિંહ, લક્ષ્મીદેવી, માળપુષ્પતણી મહા.