કમળશોભિત દીઠું સરવર, ઉદધિ પણ ઊછળી રહ્યાં,
મણિજડિત સિંહાસન અને વિમાન દીસે શોભતું,
ધરણેન્દ્ર–ધામ ને રત્નરાશિ માતનું મન મોહતું.
નિર્ધૂમ સુંદર જ્યોત જાણે જ્ઞાનની જ્યોત જાગતી,
એ સોળ સ્વપ્નો દેખી માતા હૈયે જિનને ધારતી.
સોળ ઉત્તમ સ્વપ્નોની વાત મહારાજા વિશ્વસેનને કરી; અને, તે સ્વપ્નાં મંગળ
ફળમાં તીર્થંકર જેવા પુત્રરત્નની પ્રાપ્તિ થશે–તે જાણીને માતાના આનંદનો પાર ન
રહ્યો! જાણે હૃદયભૂમિમાં ધર્મના અંકૂરા ફૂટી નીકળ્યા! વાહ માતા, તું ધન્ય બની
ગઈ! ઈન્દ્રો અને ઈન્દ્રાણીઓએ વારાણસીમાં આવીને એ માતાપિતાનું સન્માન કર્યું
ને ગર્ભકલ્યાણક નિમિત્તે ભગવાનની પૂજા કરી, તથા છપ્પનકુમારી દેવીઓ માતાની
સેવા કરવા લાગી. તેઓ વારંવાર તીર્થંકરના ગુણગાન કરતી, ને માતાજી સાથે
આનંદકારી ચર્ચા કરતી.