Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 53

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
ચોથી દેવીએ પૂછયું: માતા! તમને કેવી ભાવના થાય છે?
માતા કહે : જગતમાં જૈનધર્મનો ખૂબ ફેલાવો થાય એવી ભાવના થાય છે.
પાંચમી દેવી કહે : હે માતા! આકાશમાંથી આ રત્નો કેમ વરસે છે?
માતા કહે : દેવી! મારો પુત્ર આ જગતમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગીરત્નોની
વૃષ્ટિ કરશે, તેની નિશાનીરૂપે આ રત્નો વરસી રહ્યાં છે.
છઠ્ઠી દેવી કહે : માતા, આ કરોડો રત્નો વરસી રહ્યાં છે છતાં તે કોઈ કેમ
લેતું નથી?
માતા કહે : દેવી! પારસકુમાર જે સમ્યક્ત્વાદિ રત્નો આપશે તેની પાસે આ
પચરંગી જડરત્નોની કાંઈ કિંમત નથી.
સાતમી દેવી કહે : વાહ માતા! અમે પણ એવા ચેતનરત્નોને અંગીકાર
કરવા પ્રભુના સમવસરણમાં આવશું.
આઠમી દેવી કહે : અમે રુચકગિરિમાં રહીએ છીએ; પરંતુ અમારા દેવલોક
કરતાંય અમને અહીં વધુ ગમે છે, કેમકે અહીં આપની અને બાલતીર્થંકરની સેવા
કરવાનું મહાભાગ્ય અમને મળે છે. એ નાનકડા ભગવાનને અમે પારણીએ
ઝુલાવશું, એના હાલરડાં ગાશું, અને હોંશેહોંશે તેડશું ને એને દેખીદેખીને આત્માનો
ધર્મ પામશું.
–આ પ્રમાણે દેવીઓ માતાજી સાથે દરરોજ આનંદકારી ચર્ચા કરતી હતી,
અને તીર્થંકર પ્રભુનો મહિમા હોંશેહોંશે ગાતી હતી. માતાજીના શ્રીમુખથી એવી
મધુરી આત્મસ્પર્શી વાણી ખરતી હતી–જાણે કે તેમના મુખદ્વારા અંદરમાં બેઠેલા
પારસનાથ ભગવાન જ બોલતા હોય! જેમ મહેલમાં ઝગમગતો દીવડો આખા
મહેલને પ્રકાશમાન કરે છે તેમ માતાના ગર્ભગૃહમાં રહેલો જ્ઞાનદીવડો ત્રણ જ્ઞાન
વડે માતાના જ્ઞાનને પણ ઉજ્વળ કરતો હતો. ગર્ભમાં રહેલા જ્ઞાનવંત ભગવાન તે
વખતે પણ જાણતા હતા કે મારું ચૈતન્યતત્ત્વ આ દેહના સંયોગથી તદ્ન જુદું છે;
ચેતનામય ભાવ જ હું છું. આમ ભગવાન તો પોતાની ચેતનાના આનંદમાં
બિરાજતા હતા. એમ આનંદથી દિવસો પસાર કરતાં કરતાં માગશર વદ ૧૧ આવી
ને મંગલવધાઈ લાવી.