Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 53

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૫ :
પરમાર્થસ્વરૂપ અભેદ આત્માને દ્રષ્ટિમાં લઈને તેનો અનુભવ કરતાં તેમાં
ગુણભેદ કે પર્યાયભેદ દેખાતા નથી, તેમાં રાગ કે પરદ્રવ્યનો સંબંધ નથી. આવી
દ્રષ્ટિપૂર્વક પર્યાયનું પણ જ્ઞાન ધર્મી કરે છે તે વ્યવહાર છે. પોતાની શુદ્ધપર્યાયને ભેદ
પાડીને જાણવી તે પણ વ્યવહાર છે; અને તે ભૂમિકામાં જિનેન્દ્રભગવાનની ભક્તિનો
ભાવ, ગુરુના બહુમાનનો ભાવ, શાસ્ત્રરચના વગેરેનો ભાવ, ગૃહસ્થને જિનપૂજા,
આહારદાન વગેરેનો ભાવ–એવા ભાવોને તે–તે કાળે ધર્મી જાણે છે તે વ્યવહાર છે.
જ્ઞાનમાં જ્ઞેયપણે તે તે પ્રકારનો વ્યવહાર જણાય છે. વ્યવહારમાં તન્મય થયા વગર
સાધક તેને જાણે છે. શુદ્ધ દ્રવ્યના જ્ઞાન સાથે પોતાની પર્યાયનું પણ જ્ઞાન હોય છે, અને
તે જ્ઞાન સાધકને તે–તે કાળે પ્રયોજનવાન છે. તે કાળે એટલે જ્યારે વિકલ્પ છે, પર્યાય
ઉપર લક્ષ જાય છે ત્યારે તે પર્યાયનું જ્ઞાન કરે છે. જેને શુદ્ધાત્માના અનુભવમાં લીનતા
જ છે, તેને તો વિકલ્પ જ નથી, પર્યાયના ભેદનું લક્ષ જ નથી, એટલે તેને તે વ્યવહારને
જાણવાનું પ્રયોજન રહ્યું નથી, તે તો સાક્ષાત્ પરમાર્થ શુદ્ધાત્માને જ અનુભવે છે.
સમ્યગ્દ્રષ્ટિજીવની નાનામાં નાની દશાને જ્ઞાનની જઘન્ય દશા કહેવાય છે,
કેવળજ્ઞાન થાય તે જ્ઞાનનો ઉત્કૃષ્ટભાવ છે. એ સિવાયના સાધકદશાના જેટલા પ્રકારો છે
તે બધા મધ્યમભાવ છે. હવે વ્યવહારનય તો પરદ્રવ્યના સંબંધથી અશુદ્ધભાવને કહેનારો
છે, એટલે પર્યાયની અશુદ્ધતાને તે દેખાડે છે. પરમાર્થમાં શુદ્ધ આત્માનો જ અનુભવ છે.
સાધકને આવા આત્માનો અનુભવ પણ થયો છે એટલે પર્યાયમાં કેટલીક શુદ્ધતા પ્રગટી
છે, અને હજી પર્યાયમાં કેટલીક અશુદ્ધતા પણ છે, સવિકલ્પદશામાં રાગાદિ ભાવો થાય
છે. –આમ બંને પ્રકાર સાધકને એક સાથે વર્તે છે. તેમાં જ્યારે પરમ શુદ્ધ સ્વભાવના
અનુભવમાં સ્થિર નથી ને વિકલ્પદશામાં છે ત્યારે પર્યાયની શુદ્ધતા–અશુદ્ધતા વગેરે
પ્રકારોરૂપ વ્યવહારને પણ તે જાણે છે, –વ્યવહારમાં ઉત્સુકતા ન હોવા છતાં વ્યવહારના
પ્રકારો તેના જ્ઞાનમાં જ્ઞેયપણે જણાઈ જાય છે. –આવું સ્વ–પર પ્રકાશકજ્ઞાન પ્રયોજનવાન
છે; રાગનો કે વ્યવહારનો આશ્રય કરવા જેવો છે–એવો આનો અર્થ નથી; પણ જ્ઞાનમાં
જણાયેલો તે વ્યવહાર પ્રયોજનવાન છે. ‘તે કાળે પ્રયોજનવાન’ –એમ