Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 53

background image
: ૨૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
સત્ય છે. જ્ઞાનપ્રભાવનાની ઉત્તમ લાગણીપૂર્વક ગુરુદેવ કહે છે કે–અત્યારે તો લોકોને
આવું સત્ય મળે તે માટે સહેલું અને સસ્તું સાહિત્ય ખૂબ પ્રચાર કરવા જેવું છે. બીજે
ઠેકાણે મોટા ખર્ચા કરવા કરતાં આવા પરમ સત્યનો પ્રચાર થાય તેવું સાહિત્ય
‘સહેલું અને સસ્તું’ ખૂબ બહાર આવે તે કરવા જેવું છે. જો કે સોનગઢથી ઘણું
સાહિત્ય બહાર આવ્યું છે ને લોકો પણ ખૂબ વાંચે છે, સાત–આઠ લાખ પુસ્તકો તો
બહાર પડી ગયાં છે, છતાં હજી ઘણું સાહિત્ય સૌને સમજાય તેવી સહેલી ભાષામાં
ને સસ્તી કિંમતમાં વધુ ને વધુ બહાર આવે ને સાચા જ્ઞાનનો પ્રચાર થાય તેવું
કરવા જેવું છે. અત્યારે તત્ત્વના જિજ્ઞાસુ ઘણા લોકો તૈયાર થયા છે, ને આત્માના
સ્વભાવની આવી ઊંચી વાત પ્રેમથી સાંભળે છે. જિજ્ઞાસુ લોકોના ભાગ્યે આવું
વીતરાગી સત્ય બહાર આવ્યું છે.
અહા, જ્ઞાનસ્વભાવ આત્મા છે–એવો પહેલાંં અંદર નિર્ણય કરવો જોઈએ.
જ્ઞાન છે તે રાગને જાણે છે પણ પોતે રાગરૂપ થતું નથી. જ્ઞાનની તાકાતમાં રાગ
જણાઈ જાય છે; પણ અંતરમાં ઉપયોગને જોડીને શુદ્ધઆત્માને જે અનુભવે છે તેને
તો તે કાળે શુદ્ધનયથી શુદ્ધ પરમભાવનો જ અનુભવ છે, તે વખતે તો વ્યવહારનું
લક્ષ પણ નથી. વ્યવહારના કાળે વ્યવહારનું જ્ઞાન હોય છે, તેથી તે કાળે તે
વ્યવહારનું જ્ઞાન પ્રયોજનવાન છે. પણ શુદ્ધઆત્માની અનુભૂતિના નિર્વિકલ્પ આનંદ
ટાણે તો વ્યવહારનું કાંઈ પ્રયોજન નથી, તેમાં તો અભેદનો જ સાક્ષાત્ અનુભવ છે.
પર્યાયમાં ભલે રાગાદિ હો, પણ શુદ્ધનયવડે જોતાં રાગ એકકોર રહી જાય છે ને
શુદ્ધઆત્મા પરમભાવરૂપે અનુભવાય છે. આવો અનુભવ તે આત્માનું જીવન છે, તે
સમ્યગ્દર્શન છે. જેમ સોની સોનું અને લાખને ભેગાં ગણીને કિંમત નથી ગણતો,
પણ લાખને જુદી પાડીને એકલા સોનાની કિંમત ગણે છે, તેમ શુદ્ધનયવાળા જ્ઞાની,
આત્માને અને રાગને ભેળસેળ ગણીને આત્માની કિંમત નથી ગણતા, પણ રાગને
બાદ કરીને એકલા શુદ્ધઆત્માની કિંમત ગણે છે; તે જ શુદ્ધનયની દ્રષ્ટિથી સાચા
આત્માને અનુભવે છે; તે જ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે; તે જ મુમુક્ષુ જીવનું
જીવન છે.
પરભાવોથી ભિન્ન આત્માના ભૂતાર્થસ્વભાવની અનુભૂતિ તે સમ્યગ્દર્શન
છે. કર્મ સાથે ભેળસેળવાળા અશુદ્ધભાવો છે તે અભૂતાર્થ છે; અને નિર્મળગુણ–
પર્યાયના ભેદો પણ વ્યવહારનયના વિષયમાં છે, શુદ્ધઆત્માની અનુભૂતિમાં તે
ભેદો નથી, માટે તે અભૂતાર્થ છે. વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે ભેદરૂપ
વ્યવહારનો ઉપદેશ તો ઘણો