Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 53

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૩ :
ભાવોથી ભિન્ન એવા એક સહજ જ્ઞાયકભાવપણે આત્માને અનુભવમાં લ્યે. શુદ્ધનય પોતે
ભૂતાર્થ આત્મસ્વભાવમાં અભેદ થઈને તેને અનુભવે છે, તેથી તેને ભૂતાર્થ કહ્યો છે.
આવો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે, તેમાં આત્માનો આનંદ ઝરે છે. એની દ્રષ્ટિમાં
ભગવાન આત્મા જેવો છે તેવો શુદ્ધપણે ખુલ્લો થયો; પહેલાંં તિરોભૂત હતો તે હવે
શુદ્ધનયવડે પ્રગટ થયો. આમાં ભૂતાર્થ આત્માનું જ્ઞાન, અને સમ્યગ્દર્શન બંને એકસાથે
છે.
કર્મ સાથેના સંબંધ વગરના શુદ્ધ જ્ઞાનરસથી ભરપૂર આત્માને જ નથી
અનુભવતો તે પોતાને કર્મ તરફના અશુદ્ધભાવપણે જ અનુભવે છે, એટલે તે કર્મને જ
અનુભવે છે. વ્યવહારનય આવા અશુદ્ધ આત્માને દેખે છે તેથી તે અભૂતાર્થ છે–
અસત્યાર્થ છે, આત્માના સત્ય–ભૂતાર્થસ્વભાવને વ્યવહારનય નથી દેખતો; આત્માને
દેખવા માટે તો અતીન્દ્રિયદ્રષ્ટિરૂપ શુદ્ધનય જોઈએ.
આત્માનું જીવન તો સમ્યગ્દર્શનમાં છે; રાગમાં કે દેહમાં કાંઈ આત્માનું જીવન
નથી. ભાઈ! તારું જીવન જીવતાં તને આવડયું નથી. તારું ખરૂં સ્વરૂપ બતાવીને સાચું
જીવન જીવવાની રીત તને સંતો બતાવે છે. પહેલાંં તો ચેતનથી અન્ય જે પરભાવો તે
બધાયને શુદ્ધનય વડે તારાથી જુદા કર; અને સર્વ પરભાવથી રહિત એક ભૂતાર્થ
શુદ્ધાત્માને દેખ. શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ રાખીને જે નિર્મળ જ્ઞાન આનંદધામમાં પવિત્ર
જીવન છે તે આત્માનું સાચું જીવન છે. તે જીવનમાં અનંત ગુણોની શુદ્ધતા પ્રગટ
અનુભવાય છે.
જ્યાં તું છો ત્યાં રાગ અને શરીર નથી, જ્યાં શરીર અને રાગ છે ત્યાં તું નથી.
તું તારા ચૈતન્યધામમાં છો; ચેતનમાં રાગ નથી ને રાગાદિમાં ચેતન નથી.
શરીર તો અચેતન છે, તેમાં જીવ કેવો? ને જીવમાં શરીર કેવું?
સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય, અને તેની પ્રાપ્તિ થતાં આત્મામાં શું થાય, તેની આ
વાત છે. અહો! આત્માના હિતની મીઠી મધુરી આ વાત છે. આવું પરમ વીતરાગી સત્ય
અત્યારે બહાર આવ્યું છે ને હજારો જીવો જિજ્ઞાસાથી તે સાંભળે છે. આવા સત્યનો પક્ષ
કરવા જેવો છે. આત્માના સ્વભાવની આ સત્ય વાત લક્ષમાં લઈને તેનો પક્ષ કરવા
જેવો છે, ને પછી વારંવાર તેના અભ્યાસ વડે તેમાં દક્ષ થઈને અનુભવવડે પ્રત્યક્ષ કરવા
જેવું છે. તદ્ન સહેલી શૈલિથી સૌને સમજાય તેવું આ