: ૨૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
તીર્થંકરોના માર્ગમાં પ્રવેશ : ફત્તેપુરમાં પ્રવચનો
(પૃષ્ટ ૧૦ થી ચાલુ)
આત્માને સમ્યગ્દર્શન કેમ થાય તેની આ વાત ચાલે છે.
વ્યવહારના અનેક પ્રકારો છે, કેમકે તેમાં સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત છે, ને
દુનિયામાં ઘણા જીવો તો રાગાદિ અશુદ્ધભાવપણે જ આત્માને અનુભવે છે.
આત્માનો સહજ એક જ્ઞાયકભાવ, અને મોહાદિ અશુદ્ધ ભાવો સર્વથા એકમેક
આત્માનો સહજ એક જ્ઞાયકભાવ તો સદાય વિદ્યમાન છે, પણ એકાંત રાગને જ
અનુભવનાર અજ્ઞાનીની દ્રષ્ટિમાં તે જ્ઞાયકસ્વભાવ દેખાતો નથી તેથી અજ્ઞાનીને માટે તે
ઢંકાઈ ગયો છે એમ કહ્યું છે. તેનો કાંઈ અભાવ નથી થઈ ગયો પણ અજ્ઞાનીની દ્રષ્ટિમાં
તે દેખાતો નથી, તેને તો અશુદ્ધતા જ દેખાય છે. સહજ એક જ્ઞાયકભાવને દેખવા માટે
તો શુદ્ધનયની દ્રષ્ટિ જોઈએ. શુદ્ધનયમાં જ એવી તાકાત છે કે સર્વે અશુદ્ધ–