પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૧ :
વૈરાગી રાજકુમારની એ વાત સાંભળીને માતા–પિતાનાં લોચન આંસુથી
ઊભરાઈ ગયા......થોડીવાર તેઓ નીરાશ થયા......પણ અંતે તેમણે સમાધાન
કર્યું.......તેઓ પણ સૂજ્ઞ હતા.....તેમણે વિચાર્યું કે પારસકુમાર તો તીર્થંકર થવા અવતર્યા
છે....સંસારના ભોગ ખાતર કાંઈ એનો અવતાર નથી, એનો અવતાર તો આત્માના
મોક્ષને સાધવા માટે છે. પુત્રમોહને લીધે જ અમને દુઃખ થાય છે, પણ ભગવાન તો
નિર્મોહી થઈને જગતના ઘણા જીવોને મોક્ષનો માર્ગ બતાવશે અને અમારે પણ એ જ
માર્ગે જવાનું છે. આમ તેઓ પણ ધર્મભાવના સહિત ઉત્તમ જીવન વીતાવતા હતા.
પારસકુમાર રાજવૈભવ વચ્ચે રહ્યા હોવા છતાં અલિપ્ત રહીને પરમ વૈરાગ્યમય
આદર્શજીવન જીવતા હતા.
એક વખત તેઓ વનવિહાર કરવા નીકળ્યા; ત્યારે એક ઘટના બની.
(શું બન્યું? તે આવતા અંકમાં વાંચશો.)
લક્ષ–પક્ષ–દક્ષ–પ્રત્યક્ષ
આત્માનો જે પરમાર્થ સ્વભાવ સત્ છે તેને
લક્ષમાં લઈને તેનો પક્ષ કરો અને તેમાં
દક્ષ થઈને તેને સ્વાનુભવ–પ્રત્યક્ષ કરો.
આત્મા જુદો છે–
જેમ મ્યાનથી તલવાર જુદી છે,
જેમ વસ્ત્રથી શરીર જુદું છે,
જેમ શરીરથી રાગ જુદો છે,
તેમ રાગથી આત્મા જુદો છે.