: ૨૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
ભગવાનને જન્મથી જ મતિ–શ્રુત–અવધિ ત્રણજ્ઞાન હતાં, ને ક્ષાયિક સમ્યગ્દર્શન
બાલવય વીતાવીને પ્રભુ યુવાન થયા; તેમના દેહનું રૂપ અદ્ભુત હતું; તેમના
યુવાન રાજકુમારને દેખીને એકવાર માતા–પિતાએ તેમને લગ્ન માટે અનુરોધ
ત્યારે પારસકુમાર ગંભીરતાથી કહે છે કે હે માતા! ઋષભદેવની વાત જુદી હતી;
હું બધી વાતે તેમની બરાબર નથી; તેમનું આયુષ્ય તો ઘણું લાંબું હતું ને મારું આયુષ્ય
તો સો વર્ષનું જ છે. અલ્પકાળમાં જ સંયમ ધારણ કરીને મારે મારી આત્મસાધના પૂરી
કરવાની છે; તેથી મારે સંસારના બંધનમાં પડવું તે ઉચિત નથી.