Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 53

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૯ :
છે; અને રત્ન–આભૂષણો વડે આપને અલંકૃત કરતાં જાણે કે ધર્મરત્નો વડે હું મારા
આત્માને જ અલંકૃત કરતી હોઉં–એવો આનંદ થાય છે. –એમ કહીને ઈંદ્રાણીએ
બાલતીર્થંકરને સ્વર્ગનાં વસ્ત્ર–આભૂષણ પહેરાવ્યા તથા રત્નનું તિલક કર્યું. એ પ્રમાણે
પારસકુમારનો અભિષેક કરીને અને દેવલોકના દિવ્ય વસ્ત્રાભૂષણ પહેરાવીને સૌ
બનારસનગરમાં આવ્યા. અને બ્રહ્મદત્તા (વામાદેવી) માતાજીને એનો લાડીલો પુત્ર
પાછો સોંપતાં કહ્યું : હે માતા! આપ ધન્ય છો........આપ જગતના માતા છો. આપે આ
જગતને જ્ઞાનપ્રકાશક દીવડો આપ્યો છે....હે માતા! તારો પુત્ર એ ત્રણ જગતનો નાથ
છે.
બનારસનગરીમાં ઠેરઠેર આનંદોત્સવ થયો. એ તીર્થંકરના આત્માને દેખીને
હજારો જીવો ચૈતન્યમહિમા સમજી–સમજીને આત્મજ્ઞાન પામ્યા. અહા, ભગવાન પોતે
કેવળજ્ઞાન પામીને ધર્મોપદેશ આપશે ને ધર્મવૃદ્ધિ કરશે, ત્યારની તો શી વાત! પણ
તેમનો જન્મ થતાં જ જીવોમાં સ્વયમેવ ધર્મની વૃદ્ધિ થવા લાગી. જેમ સૂર્ય ઊગે ને કમળ
ખીલવા માંડે તેમ તીર્થંકરસૂર્ય ઊગ્યો ને ભવ્યજીવોરૂપી કમળ ખીલવા માંડયા.
જન્મોત્સવની ખુશાલીમાં માતાપિતાની સન્મુખ દેવોએ સુંદર નાટક કરીને ભગવાનના
પૂર્વના નવ ભવો દેખાડયા; તેમાં હાથીના ભવમાં મુનિના ઉપદેશથી સમ્યગ્દર્શન
પામવાનું દ્રશ્ય દેખીને ઘણા જીવો પ્રતિબોધ પામ્યા; પછી તે જીવે મુનિદશા ધારણ કરીને
ઉત્તમ ક્ષમાનું કેવું પાલન કર્યું તે પણ બતાવ્યું. એ રીતે પારસકુમારનો જન્મોત્સવ
ઊજવીને, તથા માતા–પિતાને ઉત્તમ વસ્તુઓ ભેટ આપીને તે ઈન્દ્રો પાછા પોતાના
સ્વર્ગમાં ગયા. એ વખતે તો સ્વર્ગ કરતાંય વારાણસીનગરનો વૈભવ વધી ગયો હતો,
કેમકે તીર્થંકર જેવા પુણ્યાત્મા ત્યાં બિરાજતા હતા. અહા! તીર્થંકર જેવા મહાત્માના
સમાગમથી કયું કલ્યાણ પ્રાપ્ત ન થાય!!
ભગવાન પારસકુમાર ધીમે ધીમે મોટા થવા લાગ્યા. તેમના અંગુઠામાં ઈંદ્રે
અમૃત મૂકયું હતું, તે ચૂસીને તેમનું પોષણ થતું; છપ્પનકુમારી દેવીઓ તેમને સ્નાન
કરાવતી ને શણગાર પહેરાવતી. એમને દેખી–દેખીને માતાની નજર ઠરતી, એનું હૈયું તૃપ્ત
થતું.....ને ઉમળકાથી તે મંગળગીત ગાતી હતી. કુંવરને પણ માતા પ્રત્યે પરમ સ્નેહ હતો.
રોજેરોજ હજારો નગરજનો એમનાં દર્શન કરવા આવતા હતા ને એમનું દિવ્ય રૂપ
દેખીને આશ્ચર્ય પામતા હતા. સ્વર્ગના દેવો પણ નાના બાળકોનું રૂપ ધારણ કરીને
પારસકુમારની સાથે રમવા આવતા હતા. અહા! તીર્થંકરનો સહવાસ કોને ન ગમે! તે
દેવકુમારો સાથે ભગવાન પારસકુમાર અવનવી રમત રમતા, અને