: ૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
નમસ્કાર હો... જ્ઞાનચેતનાવંત મુનિભગવંતોને
અમદાવાદ પછી કારતક વદ ૧૩–૧૪ના રોજ પૂ. શ્રી કાનજીસ્વામી
હિંમતનગર પધાર્યા હતા. મહાવીરનગર–સોસાયટીમાં સુંદર જિનમંદિર અને
સ્વાધ્યાય મંદિર છે. બે દિવસના પ્રવચન અને ચર્ચાઓમાં ગુજરાતના ઘણા
જિજ્ઞાસુઓએ ઉત્સાહથી લાભ લીધો હતો. પ્રવચનમાં, મોક્ષના કારણરૂપ
જ્ઞાનચેતના કેવી હોય, અને તે જ્ઞાનચેતના–ધારક દિગંબર મુનિ ભગવંતોની
અલૌકિક દશા કેવી હોય, તે સમજાવીને તેનો મહિમા કર્યો હતો.
આત્મા સ્વતંત્ર, દેહથી ભિન્ન, ચૈતન્યવસ્તુ છે; તે જાણનાર છે. જાણનારે પોતે
પોતાને ન જાણ્યો તે અજ્ઞાન છે અને તે સંસાર છે. જાણનાર સ્વભાવ તે જ્ઞાનચેતનામય
છે. રાગ–દ્વેષને જાણવામાં જ્ઞાનને એકાગ્ર કર્યું તે અજ્ઞાનીની કર્મચેતના છે; અને હર્ષ–
શોકરૂપ કર્મફળના વેદનમાં જ્ઞાનને એકાગ્ર કર્યું તે અજ્ઞાનીની કર્મફળચેતના છે; પણ તે
રાગાદિથી ભિન્ન એવી જ્ઞાનચેતનાને તો તે અજ્ઞાની ઓળખતો પણ નથી.
જાણનારે પોતાને ન જાણ્યો તે અજ્ઞાનચેતના છે; પોતાને ભૂલીને બીજાને જાણ્યું,
ને જેને જાણ્યું તેને જ પોતાનું માની લીધું; –આવી અજ્ઞાનચેતનાપૂર્વક જે કાંઈ વ્રત–તપ–
શાસ્ત્રજ્ઞાન–દેવપૂજા વગેરે શુભભાવ કરે તે બધુંય સંસારહેતુ જ છે. તે મોક્ષનો હેતુ થતો
નથી. જ્ઞાનીનેય કાંઈ રાગ તે મોક્ષનું કારણ નથી, તેને રાગથી ભિન્ન જે જ્ઞાનચેતના છે
તે જ મોક્ષનું કારણ છે.
–આવું જ્ઞાન તો બહુ થોડા જીવોને થાય છે!
–ખરી વાત છે; પણ થોડા જીવોમાં એક પોતે પણ ભળી જવું.
પ્રશ્ન:– આપ કહો છો તે વાત તો સાચી છે, પણ આપ મુનિઓને માનતા નથી
એમ લોકો કહે છે?
ઉત્તર:– અરે ભાઈ! રોજ સવારમાં ઊઠતાવેંત જ સર્વે મુનિવરોને નમસ્કાર
કરીએ છીએ. णमो लोए सव्व साहूणं કહીને એમને નમસ્કાર કરવામાં આવે છે. અહો,
મુનિદશા તો અલૌકિક પરમેષ્ઠીપદ છે. મુનિ તે તો ભગવાન છે, એને કોણ ન માને?
પણ મુનિદશા જેને હોય તેને મુનિ મનાય ને? મુનિદશા