: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
* વિ હા ર વ ર્ત મા ન *
(સોનગઢથી ગઢડા–પાટી–બોટાદ–વીંછીયા–સોનગઢ)
મહા સુદ ૯ ની વહેલી સવારમાં ભગવાન સીમંધરનાથના દર્શન કરીને પૂ.
ગુરુદેવે ગઢડા તરફ મંગલ પ્રસ્થાન કર્યું. ગુરુદેવ સાથે સોનગઢનો સંઘ પણ ગઢડા આવી
પહોંચ્યો. પૂ ગુરુદેવ ગઢડા શહેર પધારતાં નગરીને શણગારીને ઉત્સાહભીનું સ્વાગત
થયું. દુકાન છોડયા પછી આઠેક માસ ગુરુદેવ આ ગઢડામાં રહ્યા હતા; ગઢડા તેમના
વડીલોનું મૂળ વતન છે. સ્વાગત પછી મંગલ પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–
“ ભેદવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યે કિલ કેચન”
અનંત જીવો ભેદવિજ્ઞાનવડે સિદ્ધપદને પામ્યા છે. રાગથી ભિન્ન આત્માના
સ્વભાવને અનુભવમાં લેતાં ભેદજ્ઞાન થાય છે; આવું ભેદજ્ઞાન તે એક જ મોક્ષનો માર્ગ
છે, એટલે ભેદજ્ઞાન તે જ સાચું માંગળિક છે.
બપોરના સમયે જિનમંદિર માટે પાયા ખોદવાનું ખનનમુહૂર્ત થયું હતું, તે પ્રસંગે
જિનેન્દ્રપૂજનપૂર્વક ગઢડા મુમુક્ષુ–મંડળના પ્રમુખ ભાઈશ્રી જયંતિલાલ હરીચંદ કામદાર
તથા બલવંતભાઈ ચુનીલાલ શાહ (રાજકોટવાળા) એ ઉત્સાહપૂર્વક તે વિધિ કરી હતી.
બપોરે પ્રવચનમાં સમયસારની ૩૮ મી ગાથા વંચાણી હતી. પ્રવચન પછી જિનેન્દ્ર
ભગવાનની રથયાત્રા નીકળી હતી.
માહ સુદ દશમની સવારમાં કાકાભાઈ સિંહણના ભાઈશ્રી જેઠાલાલ દેવરાજ શાહ
જેઓ આફ્રિકામાં નાઈરોબી મુમુક્ષુ મંડળના પ્રમુખ છે–તેમના હસ્તે તથા તેમના
ધર્મપત્ની અમૃતબહેન અને તેમના પરિવારના હસ્તે, પૂ. ગુરુદેવના મંગલ આશીર્વાદ
પૂર્વક દિ. જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું. ગુરુદેવના વડીલો અહીં જે ઘરમાં રહેતા
હતા તેની નજીકમાં જિનમંદિર બની રહ્યું છે. શિલાન્યાસ વિધિ પ્રસંગે સૌને ઉત્સાહ
હતો, જિનમંદિરને માટે પોતાના મકાનની જગ્યાનો કેટલોક ભાગ ભાઈશ્રી જયંતિલાલ
ગોપાલજી કામદારે ઉત્સાહથી ભેટ આપ્યો છે. જિનંમદિરના શિલાન્યાસ પ્રસંગે સૌને
ઘણો ઉત્સાહ હતો.
પૂ. બેનશ્રી–બેને પણ મંગલ વિધિમાં ભાગ લીધો હતો. ગઢડાના મુમુક્ષુ
ભાઈઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો; ને એકદંર સત્તાવન હજાર રૂા. જેટલો