ः ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
સિદ્ધભગવંતોને હું વંદન કરું છું; તેમ જ તે સિદ્ધપદના ઉપાયરૂપ મોક્ષમાર્ગને હું
વંદન કરું છું.
* સંતો પ્રત્યેનો વિષય અને પોતાની લઘુતાપૂર્વક કહે છે કે–અહો! ક્્યાં આ
સમયસાર જેવું મહાન કાર્ય? અને ક્્યાં મારી અલ્પબુદ્ધિ! શ્રી કુંદકુંદાચાર્ય અને
અમૃતચંદ્રાચાર્ય જેવા ‘મહા સમર્થ મુનિ ભગવંતોએ જે સમયસારની રચનાનું
મહાન કાર્ય કર્યું તે–અનુસાર હું પણ તેના ભાવોને આ કવિતામાં ગૂંથવાનો મારી
અલ્પબુદ્ધિથી પ્રયત્ન કરું છું. ક્્યાં એ અગાધ જ્ઞાનના દરિયા મુનિભગવંતો! ને
ક્્યાં હું! –છતાં ભક્તિવશ હું આ સમયસારનાટક ગ્રંથની હિંદીમાં રચના કરવા
ઉદ્યમી થયો છું.
હીરાની કણીથી વીંધેલા રત્નો–મોતી જો તૈયાર હોય, તો પછી તેને રેશમની
દોરીમાં પરોવીને માળા બનાવવી તે સહેલું છે; તેમ સમયસાર તો રત્નો છે, મોતી છે;
અને અમૃતચંદ્રસૂરિએ ટીકા વડે તેના અર્થો છેદી–ભેદીને ખુલ્લા કરીને સમજવાનું અત્યંત
સરલ કરી દીધું છે, તેથી મારી અલ્પબુદ્ધિથી સમજવામાં આવ્યું તેમ જ આ શાસ્ત્રરૂપે
ગૂંથવાનું સરલ બન્યું. આ રીતે પૂર્વાચાર્યોએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કહેવા માટે મારી
મતિ સાવધાન થઈ છે. જેમ મોટા પુરુષો જે ભાષા બોલે છે તે શીખીને બાળક પણ તેવી
ભાષા બોલે છે, તેમ મહાપુરુષોએ શાસ્ત્રમાં જે ભાવ કહ્યા છે તે અનુસાર સમજીને હું
આ શાસ્ત્રમાં કહું છું.
જુઓ તો ખરા, સમયસારનો મહિમા! સમયસારની રચના તે તો રેશમની
દોરીમાં સાચા રત્નો પરોવવા જેવું છે. એમાં અધ્યાત્મરસનું ઝરણું વહે છે અને ભાવથી
એનું શ્રવણ કરતાં હૈયાનાં ફાટક ખુલ્લી જાય છે.
અરિહંત પ્રભુનો પરિવાર
હે ભવ્ય! ઉલ્લાસપૂર્વક આત્માના
સ્વભાવની ઓળખાણ વડે
સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરીને તું
અરિહંત ભગવાનના પરિવારમાં
આવી જા.