Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 57

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
આનંદોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. પ્રવચનમાં અષ્ટપાહુડ વંચાતું હતું તે પૂરું થઈને
ફાગણ સુદ બીજથી નિયમસાર શરૂ થયેલ છે; બપોરે પં. બનારસીદાસજીનું હિંદી
સમયસાર નાટક વંચાય છે (–જે હાલમાં નવું છપાયેલ છે; કિંમત ચાર રૂપિયા છે.)
ચૈત્ર–વૈશાખ–જેઠ માસમાં વિહારનો જે કાર્યક્રમ અગાઉ જણાવી ગયા છીએ તેમાં
વધારામાં જેતપુર પછી માળીયા–હાટીના (સોરઠ) નો બે દિવસનો કાર્યક્રમ નક્કી થયો
છે.
ગુરુરાજના મંગલ સત્સંગનો આ સુઅવસર પામીને સૌ સાધર્મીઓ ઉલ્લાસ
અને બહુમાનપૂર્વક આત્મહિતમાં એક–બીજાને પ્રોત્સાહન આપીને આગળ વધો.
બોટાદ શહેરના પ્રવચનોમાંથી
દેહથી ભિન્ન આત્મા ચૈતન્ય પ્રતાપથી તપતો શોભતો પ્રભુ છે.
આત્માની પ્રભુતાને કોઈ તોડી શકે નહીં. અરિહંતપ્રભુને અને સિદ્ધ
પ્રભુને આત્માની જે પ્રભુતા પ્રગટી તે ક્્યાંથી પ્રગટી? આત્મામાં તેવી
શક્તિ હતી તે જ પ્રગટી છે. એવા જ શક્તિસ્વભાવવાળો આ આત્મા છે;
–એનું ભાન કરતાં પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ પ્રભુતા પ્રગટે છે.
આવા પોતાના આત્માનું પહેલાં સ્વસંવેદન થાય, સ્વસંવેદનમાં
રાગ વગર, ઈંદ્રિય વગર, આત્મા અત્યંત સ્પષ્ટ અનુભવમાં આવે છે.
આત્મામાં જ્ઞાન–આનંદ વગેરે જે શક્તિઓ છે તે સ્વયં પોતાના
સ્વભાવથી જ છે, કોઈ બીજાને લીધે નથી. પોતાનો જેવો સ્વભાવ છે
તેવો પોતાને સ્વાદમાં આવે તેનું નામ ધર્મ છે. આત્માનો જે ધર્મ, એટલે
કે આત્માનો જે સ્વભાવ, તેમાં પરનું કોઈ કાર્ય નથી, તેમજ તે
સ્વભાવમાં બીજું કોઈ કારણ નથી. સમ્યકત્વાદિ જે પર્યાય છે તે
આત્માનું કાર્ય છે ને આત્મા જ તેનો કર્તા છે; બીજું કોઈ તે
સમ્યક્ત્વાદિનું કારણ નથી. પોતાનાં કારણ કાર્ય–પોતામાં છે, પરમાં નથી.
આવું ભેદજ્ઞાન થતાં પરનું મમત્વ રહેતું નથી; એટલે પોતાના સ્વભાવમાં
જ અંતર્મુખ થતાં નિર્મળ વીતરાગ દશા પ્રગટે છે, તે મોક્ષનું કારણ છે.
આવા આત્માને જાણીને તેમાં એકાગ્રતાથી સર્વજ્ઞ થયેલા
પરમેશ્વર, જ્યાં સુધી શરીરસહિત વર્તે ત્યાંસુધી તેમને અરિહંતદશા
કહેવાય છે. અને તેમનું શરીર