Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 57

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
ભોગવ્યાં પ્રભો! આખરે ક્રોધ ઉપર ક્ષમાનો વિજય થયો છે. હવે ક્ષમાધર્મના મહિમાને મેં
જાણ્યો છે. મારો આત્મા ઉપયોગસ્વરૂપ છે, તે આ ક્રોધથી જુદો છે–એમ આપના પ્રતાપે
મને સમજાય છે.
ભગવાને સમવસરણમાં જે ઉપદેશ આપ્યો તે સાંભળીને સંવરદેવ (કમઠનો
જીવ) ભેદજ્ઞાન કરીને વિશુદ્ધ સમ્યગ્દર્શન પામ્યો. પારસપ્રભુના સંગે તે જીવ પાપી
મટીને મોક્ષનો સાધક બન્યો. ધરણેન્દ્ર અને પદ્માવતી પણ સમ્યગ્દર્શન પામ્યા; એટલું જ
નહીં, મહિપાલ–તાપસની સાથે જે સાતસો કુલિંગી તાપસો હતા તેઓ ખોટો માર્ગ
છોડીને ધર્મનું સાચું સ્વરૂપ સમજ્યા, અને ભગવાનના ચરણોમાં સમ્યગ્દર્શન સહિત તે
બધાએ સંયમ ધારણ કર્યો. કુગુરુ મટીને તેઓ સાચા જૈનગુરુ બન્યા. બીજા પણ કેટલાય
જીવો ભગવાનના ઉપદેશથી સમ્યગ્દર્શન પામ્યા.
દેખો, મહાપુરુષોને મહિમા! અનેક ભવસુધી પારસનાથનો સંગ કર્યો તો કમઠના
જીવનો ઉદ્ધાર થઈ ગયો. શાસ્ત્રકાર કહે છે કે– મહાપુરુષોની સાથે મિત્રતાની તો શી
વાત, શત્રુપણે એનો સંગ પણ અંતે તો હિતનું જ કારણ થાય છે.
કમઠનો જીવ ધર્મ પામ્યો ને ભગવાનની ભક્તિ કરવા લાગ્યો તે દેખીને લોકો
આશ્ચર્યથી કહેવા લાગ્યા; વાહ! દેખો જિનપ્રભુનો મહિમા! કમઠને પણ અંતે તો પ્રભુના
શરણે આવવું પડ્યું: ‘પારસ’ના સંગે પાપી પણ પરમાત્મા બની જાય છે.
જેમ માછલું ઊછાળા મારીને સમુદ્રના પાણીને પીડિત કરે છે તોપણ અંતે તો તે
પોતે સમુદ્રના આશ્રયે જ જીવી રહ્યું છે, તેમ કમઠના ક્ષુદ્ર જીવે વેરબુદ્ધિથી અનેક ભવ
સુધી પીડા કરી પણ અંતે તો તે પ્રભુના જ શરણમાં આવીને ધર્મ પામ્યો. પ્રભુના
આશ્રય વગર તે ક્્યાંથી સુખી થાત? અહો, પ્રભુનું જ્ઞાન, પ્રભુની શાંતિ, પ્રભુની
વીતરાગી ક્ષમા, એની શી વાત! પ્રભુની ગંભીરતા સમુદ્રથી પણ મહાન છે. હે
પારસજિનેન્દ્ર! બધા તીર્થંકરો સમાન હોવા છતાં આપની જે વિશેષ પ્રસિદ્ધિ જોવામાં
આવે છે તે તો એક કમઠને લીધે! –ઠીક છે, કેમકે અપકાર કરનારા શત્રુઓ વડે જ
મહાપુરુષોની ખ્યાતિ ફેલાય છે! પ્રભો! સંવરદેવની ભયંકર વિક્રિયા વખતે પણ આપ ન
તો આપની શાંતિમાંથી ડગ્યા, કે ન કમઠ ઉપર ક્રોધ કર્યો. આપે તો શાંતચિત્તવડે જ
કમઠની વિક્રિયા દૂર કરી, ને જગતને બતાવ્યું કે સાચો વિજય ક્રોધ વડે નહીં પણ
ક્ષમાવડે જ પમાય છે.
કમઠના દુષ્ટભાવને લીધે તેને જ નુકશાન થયું, આપને તો
આત્મસાધનામાં કાંઈ બાધા ન થઈ. ખરેખર, આપનો મહિમા અને આપની શાંતિ