Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 57

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
–એ મંગલદિવસ હતો ફાગણ વદ ૧૪
ધરણેન્દ્ર અને પદ્માવતી જે ઉપસર્ગ દૂર કરવા માટે ચેષ્ટા કરતા હતા તે કાર્ય
કેવળજ્ઞાનના પ્રતાપે આપોઆપ પૂરું થઈ ગયું. પ્રભુ ઉપસર્ગ વિજેતા થઈને કેવળી
બન્યા; કેવળીને ઉપસર્ગ હોઈ નહીં. ઉપસર્ગ પૂરો થયો એટલે ધરણેન્દ્ર અને પદ્માવતીનું
કામ પણ પૂરું થયું, ભગવાનના કેવળજ્ઞાનનો આવો દિવ્ય અતિશય દેખીને તેઓ
અતિશય આનંદપૂર્વક પારસનાથપ્રભુની સ્તુતિ કરવા લાગ્યા; અહો પ્રભો! આપના
કેવળજ્ઞાનનો કોઈ અદ્ભુત મહિમા છે. હે દેવ! આપ સમર્થ છો, અમે આપની રક્ષા
કરનારા કોણ? પ્રભો! આપના પ્રતાપે અમે ધર્મ પામ્યા છીએ, ને આપે સંસારનાં ઘોર
દુઃખોમાંથી અમારી રક્ષા કરી છે. પ્રભો! આપના નામ સાથે અમારું નામ દેખીને મૂર્ખ
જીવો આપને ભૂલીને અમને પૂજવા લાગ્યા! પણ પૂજવાયોગ્ય તો આપના જેવા
વીતરાગીદેવ જ છે. –આ પ્રમાણે સ્તુતિ કરી. ભગવાનને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રોએ
આવીને ભગવાનની પૂજા કરી, ને આશ્ચર્યકારી દિવ્ય સમવસરણની રચના કરી. જીવોનાં
ટોળેટોળાં પ્રભુનો ઉપદેશ સાંભળવા સમવસરણમાં આવવા લાગ્યા.
આ બધી આશ્ચર્યકારી ઘટના દેખીને સંવરદેવના ભાવ પણ પલટી ગયા, કેવળી પ્રભુનો
દિવ્ય મહિમા દેખીને તેને પણ શ્રદ્ધા જાગી; તેનો ક્રોધ તો ક્્યાંય ચાલ્યો ગયો; પશ્ચાત્તાપથી તેણે
વારંવાર પ્રભુ પાસે પોતાના અપરાધની માફી માંગી; અને સ્તુતિ કરવા લાગ્યો;
અહો, દેવ! મેં વિનાકારણ આટલો
બધો ઉપસર્ગ કરવા છતાં આપે તો જરાય
ક્રોધ ન કર્યો. ક્્યાં આપની મહાનતા, ને ક્્યાં
મારી પામરતા! આવા મહાન ઈન્દ્રો જેવા
પણ ભક્તિથી જેની સેવા કરે છે એવા સમર્થ
હોવા છતાં આપે મારા પ્રત્યે ક્રોધ ન કર્યો
અને ક્ષમા રાખી. ધન્ય આપની વીતરાગતા!
એ વીતરાગતા વડે આપે કેવળજ્ઞાનને સાધ્યું
ને આપ પરમાત્મા થયા. પ્રભો! મારા
અપરાધ ક્ષમા કરો. અજ્ઞાનથી મેં ક્રોધ કર્યો ને
ભવોભવ આપના પર ઉપસર્ગ કર્યો તેથી હું
જ દુઃખી થયો, ને મેં નરકાદિનાં ઘોર દુઃખ
(કમઠના જીવને ધર્મપ્રાપ્તિ)