Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 57

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
હવે તેમને મોક્ષમાં જવાને એક માસ
બાકી હતો, એટલે તેમની વાણી અને વિહાર
વગેરે ક્રિયાઓ અટકી ગઈ. સમ્મેદશિખરની
સૌથી ઊંચી ટૂંક ઉપર પ્રભુ ઊભા હતા, ત્રીજું ને
ચોથું શુક્લધ્યાન પૂરું કરીને તે અયોગી ભગવાન
બીજી જ ક્ષણે ઊર્ધ્વગમન કરીને મોક્ષ
પધાર્યા.....શરીર છોડીને અશરીરી
થયા.....સંસારદશા છોડીને મહા આનંદરૂપ
સિદ્ધદશારૂપ પરિણમ્યા. ભગવાન શ્રાવણસુદ
સાતમે મોક્ષ પધાર્યા હતા તેથી તેને
‘મોક્ષસપ્તમી’ કહેવાય છે. પારસનાથ ભગવાન
મોક્ષ પધાર્યા તેથી તે પર્વતનું નામ પણ ‘પારસનાથ–હીલ’ પડ્યું. અને ત્યાંનું રેલ્વે
સ્ટેશન પણ ‘પારસનાથ’ તરીકે આજે ઓળખાય છે. પર્વતની ટૂંકથી જે ભગવાન મોક્ષ
પધાર્યા તે પથ્થરની ટૂંક પણ ‘પારસ’ ના સ્પર્શથી ‘સુવર્ણ’ ની બની ગઈ એટલે તેનું
નામ ‘સુવર્ણભદ્ર’ પડ્યું. વીર સં. ૨૪૮૩ માં તથા ૨૪૯૩ માં કહાનગુરુ સાથે હજારો
યાત્રિકોએ તે સિદ્ધિધામની યાત્રા કરી છે.
ક્ષમામૂર્તિ હે દેવ જિનેશ્વર! શિખર સિદ્ધિધામ છે;
સમ્મેદશિખરના સ્વર્ણભદ્ર પર સિદ્ધાલયમાં વાસ છે.
નિજસ્વરૂપને સાધ્યું આપે ચેતનરસ ભરપૂર છે;
પ્રભુ પ્રતાપે આતમ સાધી હરખે હરિ ગુણ ગાય છે.
ગુણ તમારા દેખી પ્રભુજી મનડું મુજ લલચાય છે;
પારસપ્રભુ તુજ ચરણકમળમાં વંદન વારંવાર છે.
श्री पारसनाथ भगवानकी जय हो
(સમાપ્ત)
શ્રી પારસનાથ પ્રભુની આખી જીવનકથાનું પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થયેલ
છે; દશભવનું સુંદર વર્ણન એકસાથે વાંચવા માટે આ પુસ્તક ઘણું સુંદર છે. કિંમત
એક રૂપિયો. (પોસ્ટેજ ફ્રી.....)
આ ઉપરાંત અકલંક–નિકલંક નાટકનું પુસ્તક પણ ફરી છપાયેલ છે. તેની
કિંમત ૦–૭પ પૈસા છે. (પોસ્ટેજ ફ્રી)....