ः ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૩ :
આવો આત્મા પોતાના શુદ્ધભાવ વડે જ જણાય છે. ઈન્દ્રિયોથી કે શાસ્ત્રના
શબ્દોના જાણપણાથી તે જણાય નહીં. જન્મ–મરણનો અંત લાવવો હોય ને મોક્ષનું સુખ
જોઈતું હોય તેણે આત્માનું સ્વરૂપ સમજવું જોઈએ. એ સિવાય છૂટકારો નથી. આત્મા
પોતે સહજાનંદ–સ્વરૂપ છે. તેને જાણતાં આનંદ થાય છે. આવા પોતાના આત્માને જાણે–
લોકો સત્ય નથી સમજતા તે બાબત જીવને બહુ
ખેદ રહે છે, –પણ તે વેદન ઓછું કરી નાંખવા જેવું છે.
કેમકે આત્માને લક્ષગત કરે એવા મુમુક્ષુ સદાય થોડા–
વિરલા જ હોય છે. હજારો લાખો જીવોમાં એવી મુમુક્ષુતા
જોવાની અપેક્ષા રાખવી નકામી છે. માટે તે સંબંધી ખેદ ન
કરવો. પણ કોઈ એકાદ જીવ પણ સાચો મુમુક્ષુ દેખાય તો
તે સંબંધી પ્રમોદ–પ્રસન્નતા અને અનુકરણ કરવું–જેથી
પોતાને પણ મુમુક્ષુતાનો ઉલ્લાસ વધે. બાકી દુનિયાના
જીવો સામે તો જોવા જેવું ક્્યાં છે? કેમકે–
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મ મોક્ષેચ્છા–તને.
–કુંદકુંદભગવાનનો આ ઉપદેશ છે. તેમના
જમાનામાંય એવી પરિસ્થિતિ હતી, તો અત્યારના
જમાનાની શી વાત!
વિશેષ તો પોતે પોતાનું હિત શીઘ્ર થાય તે જ
કરવા જેવું છે. સ્વાનુભૂતિ તરફ ઊંડું કેમ ઊતરાય–તે જ
પ્રયત્ન કરવાનો છે.
(–એક પત્રમાંથી)