ः ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૧ :
* ગતાંકમાં પૂછેલ સાત પ્રશ્નોના જવાબ *
(આ સાત પ્રશ્નોના જવાબ ૧૦૦ જેટલા બાળકોએ ઉત્સાહથી લખી
મોકલ્યા છે, તેમને ધન્યવાદ! તેમનાં નામ આ જવાબના છેડે આપ્યાં છે.)
(૧) એવા જીવને શોધી કાઢો કે જે સ્વર્ગમાં ન હોય, નરકમાં પણ ન હોય, મનુષ્યમાં
પણ ન હોય, ને તિર્યંચમાં પણ ન હોય.
ઉત્તર:– તે જીવ સિદ્ધભગવાન; સિદ્ધભગવંતો સંસારની ચારે ગતિથી પાર એવી
મોક્ષગતિને પામ્યા છે. (કેટલાક બાળકોએ આનો જવાબ ‘વિગ્રહગતિનો જીવ’
લખ્યો છે, તે બરાબર નથી. વિગ્રહગતિ પણ ચારમાંથી કોઈ એક ગતિ જ છે;
જેમકે દેવમાંથી કોઈ જીવ મનુષ્યમાં આવે તે જીવ દેવશરીર છોડીને જ્યારે
વિગ્રહગતિમાં હોય ત્યારે તેને મનુષ્યગતિમાં ગણાય છે.)
(૨) આપણે નમસ્કાર–મંત્રમાં જે પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીએ છીએ,
તેમાંથી કેવળજ્ઞાની કેટલા?
ઉત્તર:– અરિહંતભગવાન અને સિદ્ધભગવાન–એ બે પરમેષ્ઠી ભગવંતો કેવળજ્ઞાની છે.
બાકીનાં ત્રણ પરમેષ્ઠીભગવંતો હજી કેવળજ્ઞાની થયા નથી પણ થોડા વખતમાં
કેવળજ્ઞાની થશે.
(૩) કોઈ પણ પાંચ તીર્થક્ષેત્રનાં નામ આપો–જ્યાંથી કોઈને કોઈ જીવ મોક્ષ પામ્યા
હોય?
ઉત્તર:– (૧) સમ્મેદશિખર (૨) ચંપાપુરી (મંદારગિરિ) (૩) ગીરનાર (૪)
કૈલાસગિરિ (પ) પાવાપુરી–એ પાંચ તીર્થક્ષેત્રમાંથી ૨૪ તીર્થંકરભગવંતોં મોક્ષ
પામ્યા છે. આ ઉપરાંત બીજા તીર્થક્ષેત્રો નીચે મુજબ છે (–ત્યાંથી મોક્ષ પામનારા
પ્રસિદ્ધ પુરુષોનાં નામ કૌંસમાં લખેલ છે.)–