Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 57

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
શત્રુંજય (પાંડવભગવંતો), તારંગા (વરદત્ત–સાગરદત્તમુનિ), પાવાગઢ (લવ–
કુશ), માંગી–તુંગી (ભગવાન રામચંદ્ર–હનુમાન વગેરે ૯૯ કરોડ), ગજપંથા
(સાતબલભદ્ર), ચૂલગિરિ–બડવાની (ઈંદ્રજીત–કુંભકર્ણ), સોનાગિરિ (નંગ–અનંગ
આદિ સાડાપાંચકરોડ મુનિરાજ), ચેલણાનદીના કિનારે પાવાગિર–ઉન (સુવર્ણભદ્રાદિ ૪
મુનિરાજ), દ્રોણગિરિ (ગુરુદત્તાદિ મુનિવરો,) મુક્તાગિરિ (બીજું નામ મૈંઢાગીરી;
સાડાત્રણ કરોડ મુનિરાજ) નૈનાગિરિ–રેશંદીગીરી) વરદત્તાદિ પાંચ મુનિ), કુંથલગિરિ
(દેશભૂષણ–કુલભૂષણ મુનિરાજ) ગુણાવા (ગૌતમસ્વામી), રાજગિરિ (વીરપ્રભુના
અનેક ગણધરો તથા જંબુસ્વામી?) પટના (સુદર્શન મુનિરાજ), મથુરા (જંબુસ્વામી
વિદ્યુત્ચર આદિ પાંચસો મુનિ) શૌરીપુર (ચારમુનિરાજ) સિદ્ધવરકૂટ (બે ચક્રી,
દશકામદેવ, સાડાત્રણકરોડ મુનિ) કુંડલગિર (અંતિમ કેવલી શ્રીધરસ્વામી), નર્મદા–રેવા
નદીતટ (કરોડો મુનિવરો), ખંડગીરી–ઉદયગીરી (કલિંગદેશ ત્યાં કોટિશિલા
અતિપ્રાચીન ગૂફા; જશરથરાજાના પુત્રો વગેરે પાંચસો મુનિ મોક્ષ પામ્યા છે.) (પૂ.
ગુરુદેવ સાથેની તીર્થયાત્રાના પ્રતાપે આ બધા સિદ્ધક્ષેત્રોના દર્શન આપણને થઈ ગયા
છે.....બાકી છે એક કૈલાસ!)
(૪) સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતરાજ્યમાં આવેલા ચાર સિદ્ધક્ષેત્ર નીચે મુજબ છે–
૧. ગીરનાર (જુનાગઢ) જ્યાંથી બાવીસમા તીર્થંકર નેમનાથ ભગવાન તથા
શ્રીકૃષ્ણના પુત્રો શંબુકુમાર વગેરે બૌંતેરકરોડ ને સાતસો મુનિવરો મોક્ષ પામ્યા
છે. નેમપ્રભુની દીક્ષા તથા કેવળજ્ઞાન પણ અહીં થયા છે, ધરસેન આચાર્ય પણ
અહીં બિરાજતા હતા. ઉદાસીન વૈરાગ્યનું અદ્ભુત અધ્યાત્મધામ છે.
૨. શત્રુંજય (પાલીતાણા) જ્યાંથી યુધિષ્ઠિર–ભીમ–અર્જુન એ ત્રણ પાંડવભગવંતો
સહિત આઠકરોડ મુનિવરો મોક્ષ પામ્યા છે.
૩. તારંગા (મહેસાણા થઈને જવાય છે) ત્યાંથી વરદત્ત–સાગરદત્ત આદિ સાડાત્રણ
કરોડ મુનિવરો મોક્ષ પામ્યા છે. અતિ રમણીય ધામ છે.
૪. પાવાગઢ (ચાંપાનેર; વડોદરાથી વીસ માઈલ છે.) ત્યાંથી રામચંદ્રજીના પુત્રો
લવકુશ અને લાટદેશના રાજા વગેરે પાંચકરોડ મુનિવરો મોક્ષ પામ્યા છે.
(ઘણાએ આબુ લખેલ છે પણ આબુ એ કોઈ સિદ્ધક્ષેત્ર નથી, તેમજ અત્યારે તે
ગુજરાત રાજ્યમાં પણ નથી.)